રાડદિયાનું ઇફકોમાં નામાંકન એ આપખુદશાહી સામે બહાર આવતા નેતા: અમિત ચાવડા

ઈફકો ડિરેક્ટરની ચૂંટણીમાં ધારાસભ્ય અને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ભવ્ય જીત થઈ છે. કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહના ખાસમખાસ ગણાતા બિપિન પટેલ સામે જયેશ રાદડિયાએ ઉમેદવારી કરી હતી. ડિરેક્ટરની આ ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય થયો છે. 180 મતદાતાઓમાથી જયેશ રાદડિયાને 113 મત મળ્યા હતા.
ગુજરાતની સૌથી મોટી સહકારી સંસ્થાની ચૂંટણીમાં ભાજપનો મેન્ડેટ બિપિન પટેલ (ગોતા)ને અપાયો હતો, બિપિન પટેલ સામે સૌરાષ્ટ્રના સહકારી સંસ્થાના મહારથી અને એ જ કુળના ધારાસભ્ય જયેશ રાદડિયાએ ભાજપના મેંડેટ ધરાવતા ઉમેદવારની સામે ઉમેદવારી નોંધાવી હતી. કારણકે સહુથી વધારે સભ્ય સહકારી સંસ્થાઓ સૌરાષ્ટ્રમાં છે અને જયેશ રાદડીયા સારું પ્રભુત્વ ધરાવે છે.
શું કહ્યું કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ?
‘મુંબઈ સમાચારે’ સહકારી ક્ષેત્ર અને રાડદિયા સામે કોઈ પગલાં અંગે કોંગ્રેસ નેતા અને આણંદ બેઠકના લોકસભાના ઉમેદવાર અમિત ચાવડાનો ટેલિફોનિક સંપર્ક કરતાં તેમણે જણાવ્યુ કે આ મેન્ડેટ કોઈ પાર્ટીના સિમ્બોલ પર નથી. એટલે પાર્ટી લેવલે કોઈ પગલાં નહીં લેવામાં આવે. સહકારી ક્ષેત્રમાં પાર્ટીના સિમ્બોલ નથી હોતા. પણ એ જરૂર છે કે આપખુદ શાહી સામે હવે પાર્ટીના જ નેતાઓ વાજ આવી જઈને સામે પડે છે. જયેશ રાદડિયાની ઉમેદવારી અને થયેલી જીત પીએન આ જ ઈશારો કરે છે.
જયેશ રાદડિયા બે ટર્મથી ચૂંટાય છે
ઈફ્કોના બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીમાં છેલ્લી બે ટર્મથી રાદડિયા ચૂંટાતા આવ્યા છે. આ વર્ષે પણ સહકારી ક્ષેત્રમાં ઉમેદવારની પસંદગીમાં મુશ્કેલી ઉભી થઈ હતી. જેમાં ભાજપે બિપીન પટેલને મેન્ડેટ આપ્યો. આમ છતાં જયેશ રાદડિયાએ ભાજપના મેન્ડેટ સામે ફોર્મ ભર્યું હતું. આ ઘટના પાછળ શું રાજ રમત છે?
સૌરાષ્ટ્રમાં 98માંથી 82 મંડળી સૌરાષ્ટ્રની છે. તાજેતરમાં અમિત શાહ પોરબંદર મત ક્ષેત્રમાં આવેલા ત્યારે પણ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. અને ત્યારે પણ જયેશ રાદડિયા ઉમેદવારી નોંધાવી ચૂક્યા હતા.તો ત્યારે કોઈ સૂચના કેમ આપવામાં ન આવી? કેટલાક સવાલો એ પણ ઊભા થાય છે કે રાડદિયાની ઉમેદવારી અને પાર્ટી તરફથી કોઈ શિક્ષાત્મક પગલાં લેવાશે કે કેમ ?
‘મુંબઈ સમાચારે’ સહકારી ક્ષેત્ર અને રાડદિયા સામે કોઈ પગલાં અંગે કોંગ્રેસ નેતા અને આણંદ બેઠકના લોકસભાના ઉમેદવાર અમિત ચાવડાનો ટેલિફોનિક સંપર્ક કરતાં તેમણે જણાવ્યુ કે, આ મેંડેટ કોઈ પાર્ટીના સિમ્બોલ પર નથી. એટલે પાર્ટી લેવલે કોઈ પગલાં નહીં લેવામાં આવે. સહકારી ક્ષેત્રમાં પાર્ટીના સિમ્બોલ નથી હોતા. પણ એ જરૂર છે કે આપખુદ શાહી સામે હવે પાર્ટીના જ નેતાઓ વાજ આવી જઈને સામે પડે છે. જયેશ રાડદિયાની ઉમેદવારી અને થયેલી જીત પીએન આ જ ઈશારો કરે છે.
ઈફ્કોના ડિરેક્ટરની આ ચૂંટણીમાં ભાજપે બિપિન પટેલને મેન્ડેટ આપ્યો હોવા છ્તાં પણ જયેશ રાદડિયાએ ઉમેદવારી નોંધાવી તો મોડાસાના પંકજ પટેલે ત્રીજા ઉમેદવાર હતા જેમણે બિપિન પટેલને સમર્થન આપી દીધું . એક તરફ જ્યારે ઈફકોમાં સૌરાષ્ટ્રના મતદારોનો દબદબો હોય છે ત્યારે જયેશ રાદડિયાએ સૌરાષ્ટ્રના મતદારો થકી પોતાની જીતને નિશ્ચિત બનાવી લીધી