આપણું ગુજરાતવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

મોદી પહેલા ગુજરાત આવે છે પ્રિયંકા ગાંધી,જાણો ક્યાંથી મારશે ‘એન્ટ્રી’ ?

લોકસભા ચૂંટણી 2024માં ગુજરાતમાં બે- બે ટર્મથી અજેય ભારતીય જનતા પાર્ટીના વિજય રથને નાથવા કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી લોકસભા છૂટનીના પ્રચારાથે ગુજરાત આવશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રિય ગૃહમંત્રી જ્યારે સૌરાષ્ટ્રમાં જ્ન્સભા સંબોધતા હશે ત્યારે પ્રિયંકા ગાંધી ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર પર આદિવાસી વિસ્તારમાં જનસભા સંબોધશે. પ્રિયંકા ગાંધી 27 એપ્રિલે વલસાડ લોકસભાના કોંગ્રેસનાં ઉમેદવાર અનંત પટેલના સમર્થનમાં ધરમપૂરના દરબારગઢમાં જનસભા સંબોધિત કરશે.

વલસાડ લોકસભા બેઠક પર ભાજપે યુવા ઉમેદવાર ધવલ પટેલને ટિકિટ આપી છે. છેલ્લે પ્રિયંકા ગાંધી અહીં 2019ના માર્ચમાં આવ્યા હતા ત્યારે તેઓ પોતાની પહેલી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં શામેલ થયા હતા. અત્યાર સુધીની ચૂંટણીઓનો ઇતિહાસ રહ્યો છે કે,સોનિયા ગાંધી કે પ્રિયંકા ગાંધીએ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ આ જ મતવિસ્તારમાથી કર્યા છે.

સુરતમાં ભાજપની જીત;મંગળ સૂત્ર મહત્વના મુદ્દા

દક્ષિણ ગુજરાતમાં આવતી વલસાડ લોકસભા બેઠક પરના પ્રચાર માટે આવતા પ્રિયંકા,સુરતમાં ભાજપાની બિનહરીફ વિજેતા થવાની ઘટનાને મુદ્દો બનાવી શકે છે. પ્રિયંકા અત્યારે મંગલસૂત્ર વિવાદ પર પણ ખૂબ વરસી રહ્યા છે.અનંત પટેલ વલસાડ લોકસભા બેઠક પર આવતી આદિવાસી પ્રભુત્વવાળી બેઠક વાંસદાના ધારાસભ્ય છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભા 2022માં પ્રિયંકા ગાંધી ચૂંટણી પ્રચારમાં આવી શક્યા નહોતા. પ્રિયંકા 27મીએ સવારે 10 વાગ્યે ગુજરાત પહોચશે.

આપણ વાંચો: અપર્ણા યાદવે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા સામે ચૂંટણી લડવાની કરી જાહેરાત

ગુજરાતમાં 7મી મીએ મતદાન

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતનું મતદાન આવે છે. ત્રીજા તબક્કામાં 25 બેઠકો પર મતદાન થશે. લોકસભા સુરતની એક બેઠક બિનહરીફ વિજેતા થઈ ભાજપની ઝોળીમાં ગઈ છે. ત્યાં મુકેશ દલાલ બિનહરીફ વિજેતા ઘોષિત થયા છે. અત્યાર સુધી વલસાડ બેઠક પર ભાજપના કે સી પટેલ સાંસદ હતા, ભાજપે પહેલી વખત યુવા ચહેરા ધવલ પટેલને ટિકિટ આપી છે.2019માં ભાજપે આ બેઠક 3.53 લાખ માટના અંતરથી જીતી હતી.

કોંગ્રેસ 23 બેઠકો પર ચૂંટની લડી રહી છે જ્યારે બે બેઠકો ઈન્ડિયા ગઠબંધનના ભાગ રૂપ આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે. આ બેઠકોમાં ભરુચ અને ભાવનગર લોકસભા બેઠકનો સમાવેશ થાય છે.ગુજરાતમાં 25 બેઠકો માટે હવે 266 ઉમેદવારો મેદાનમાં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button