વડા પ્રધાન મોદી દાદા સોમનાથને શરણેઃ મંદિરમાં કરી પૂજા

સોમનાથ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ ત્રણ દિવસનાં ગુજરાતનાં પ્રવાસે છે. જે અંતર્ગત તેઓ શનિવારે રાતે જામનગર પહોંચ્યા હતા, જયા તેમણે રોડ શો યોજીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
ત્યાર બાદ આજે રવિવારે પ્રાણી બચાવ, સંરક્ષણ અને પુનર્વસન કેન્દ્ર, વનતારાની મુલાકાત લીધી હતી. ત્યાંથી હવે તેઓ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે પહોંચ્યા હતા. વનતારાની મુલાકાત દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, પત્ની નીતા, દીકરા અનંત, વહૂ રાધિકા પણ ઉપસ્થિત રહ્યા હતા. વનતારા 200થી વધુ બચાવવામાં આવેલા હાથીનું ઘર છે.
જુઓ વીડિયો
ગુજરાત પ્રવાસ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી હવે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ પહોંચ્યા છે. વડા પ્રધાનનાં આગમનને લઈને સોમનાથમાં ભારે સુરક્ષા બંધોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સોમનાથ ખાતે હેલિપેડ ખાતે હેલિકોપ્ટરનું ઉતરાણ થયું હતું અને ત્યાથી સોમનાથ મંદિર પહોંચ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં પણ હાજર રહેશે અને આ બેઠકમાં કામગીરી મુદ્દે ચર્ચા કરવામાં આવી શકે છે.
આપણ વાંચો: ગુજરાતના ખેડૂતોને વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરશે વર્ચ્યુઅલ સંબોધન, ૨.૫0 લાખથી વધુ ખેડૂતો જોડાશે…
શનિવારે જામનગરમાં રાત્રિ રોકાણ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વહેલી સવારે જ વનતારા પહોંચી ગયા હતા. જ્યાં અંબાણી પરિવાર દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વનતારામાં ચાર કલાક જેટલું રોકાણ કર્યા બાદ સોમનાથ જવા રવાના થયા હતા.
શનિવારે જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે વડા પ્રધાન મોદીનું પ્રધાન રાઘવજી પટેલ, મુળુ બેરા, રીવાબા જાડેજા અને સાંસદ પૂનમ માડમે સ્વાગત કર્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાંજે ૭:૩૦ કલાકે જામનગર એરપોર્ટ પર પહોંચ્યા હતા. જામનગર એરપોર્ટથી પાયલોટ બંગલા સુધીના માર્ગ પર રોડ શો યોજાયો હતો. આ દરમિયાન રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. વડા પ્રધાનની મુલાકાતને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો