આપણું ગુજરાત

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની વિદાયની તૈયારીઓ શરૂ, જાણો DGPની રેસમાં કોણું નામ છે મોખરે

અમદાવાદ: ગુજરાત પોલીસ વિભાગમાં ટૂંક સમયમાં મોટા ફેરફારોની ચર્ચાઓ ચાલી રહી છે. રાજ્યના વર્તમાન ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) વિકાસ સહાયની નિવૃત્તિ નજીક છે, અને તેમને ત્રણ મહિનાનું એક્સ્ટેન્શન મળવાની અટકળો હતી. જોકે, હવે એવું કહેવાય છે કે તેમને એક્સ્ટેન્શન નહીં મળે. આ સ્થિતિમાં નવા DGPની નિમણૂક માટે ચર્ચાઓ તેજ થઈ છે, અને અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ. મલિકનું નામ આગળ ચાલી રહ્યું છે.

વિકાસ સહાયની નિવૃત્તિ બાદ ગુજરાત પોલીસનું નેતૃત્વ કોણ સંભાળશે તે અંગે ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત થવાની શક્યતા છે. 1993ની બેચના IPS અધિકારી જી.એસ. મલિક નવા DGPની રેસમાં મોખરે છે. તેમણે અમદાવાદમાં પોલીસ કમિશનર તરીકે શહેરની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરી છે. ખાસ કરીને, રથયાત્રા જેવા મોટા કાર્યક્રમો દરમિયાન તેમનું સફળ સંચાલન નોંધપાત્ર રહ્યું છે.

આ પણ વાંચો: ગુજરાત પોલીસ દળમાં બે ઉચ્ચ અધિકારીઓની બદલી: જૂનાગઢને નવા SP મળ્યા, કડીને પણ નવા SDPO…

જી.એસ. મલિકે અગાઉ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)માં પણ મહત્વની ભૂમિકા ભજવી છે, જે તેમની અનુભવી કારકિર્દીને દર્શાવે છે. અમદાવાદમાં તેમના કાર્યકાળ દરમિયાન શહેરમાં ગુનાખોરી ઘટાડવા અને સુરક્ષા વ્યવસ્થા સુધારવામાં તેમનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. આ કારણે તેમને DGP પદ માટે મજબૂત દાવેદાર માનવામાં આવે છે.

ગુજરાત પોલીસ વિભાગે વિકાસ સહાયના વિદાયની તૈયારીઓ શરૂ કરી દીધી છે. નવા DGPની નિમણૂક રાજ્યની સુરક્ષા વ્યવસ્થા અને પોલીસ વિભાગની કામગીરી માટે મહત્વનું પગલું હશે. જી.એસ. મલિકનું નેતૃત્વ આગળ પણ રાજ્યની પોલીસ વ્યવસ્થાને મજબૂત કરી શકે છે. સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button