
લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે ભાજપનો આંતરવિગ્રહ બહાર આવી રહ્યો છે. ગુજરાતની બે સીટો વડોદરા અને સાંબરકાંઠાના ઉમેદવારોએ આંતરિક વિખવાદના કારણે ઉમેદવારી પાછી ખેંચ્યા બાદ રાજકારણ ગરમાયું છે, ત્યારે આજે પોરબંદર લોકસભા સીટના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા વિરૂધ્ધ ધોરાજી અને ઉપલેટામા આયાતી ઉમેદવાર તરીકેના બેનર લાગ્યા લાગતા હડકંપ મચી ગયો છે.
આજે ઉપલેટામાં મનસુખ માંડવિયાના વિરુદ્ધ પોસ્ટર લાગ્યા છે. સ્થાનિક ઉમેદવારને મત આપવાની માંગ સાથે ધોરાજી-ઉપલેટાના અલગ અલગ વિસ્તારોમાં પોસ્ટર લાગ્યા છે, જેને કારણે સ્થાનિક રાજકારણ ગરમાયું છે. ધોરાજી-ઉપલેટામાં પોસ્ટર બાબતે રાજકીય યુદ્ધ શરૂ થયું છે. ભાજપ-કોંગ્રેસ એ એક બીજા પર આક્ષેપ કર્યા છે.
આપણ વાંચો: ગુજરાત લોકસભા ચૂંટણીઃ પોરબંદરમાં માંડવિયા Vs વસોયા, કોણ બાજી મારશે?
પોસ્ટરો મુદ્દે ધોરાજી ભાજપના શહેર પ્રમુખે આક્ષેપ કરતા કહ્યું છે કે, “કોંગ્રેસના ઉમેદવાર હારી જવાના ભયથી પોસ્ટર લગાવી રહ્યા છે. ભાજપને લોકો ઇચ્છે છે અને કોંગ્રેસ હારી જવાની છે. હારી જવાના ભયથી કોંગ્રેસ આવા સ્ટંટ કરી રહ્યા છે.” ધોરાજીમાં પોસ્ટર બાબતે રાજકીય યુદ્ધ શરૂ થયું છે. ભાજપ-કોંગ્રેસ એ એક બીજા પર આક્ષેપ કર્યા છે.
પોસ્ટર બાબતે ધોરાજી ભાજપના શહેર પ્રમુખે આક્ષેપ કરતા કહ્યું છે કે, “કોંગ્રેસના ઉમેદવાર હારી જવાના ભયથી પોસ્ટર લગાવી રહ્યા છે. ભાજપને લોકો ઇચ્છે છે અને કોંગ્રેસ હારી જવાની છે. હારી જવાના ભયથી કોંગ્રેસ આવા સ્ટંટ કરી રહ્યા છે.”
હવે આ મામલે પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે ભાજપ પર આકરા પ્રહારો કરતા કહ્યું છે કે “ભાજપ કાર્યકર્તાએ જ પોસ્ટર લગાવ્યા” તેમણે વધુમાં કહ્યું છે કે, “પોસ્ટર લાગવાનું કારણ ભાજપમાં આંતરિક વિખવાદ છે. ભાજપના કાર્યકર એ જ પોસ્ટર લગાવ્યા છે.”
ઉલ્લેખનિય છે કે પોરબંદર બેઠક પર ભાજપમાંથી ઉમેદવાર તરીકે મનસુખ માંડવિયાને જાહેરાત કરવામાં આવી છે. તો બીજી બાજુ કોંગ્રેસમાંથી ઉમેદવાર તરીકે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે આજે ઉપલેટામાં મનસુખ માંડવિયાના વિરુદ્ધ પોસ્ટર લાગ્યા છે. સ્થાનિક ઉમેદવારને મત આપવાની માંગ સાથે ધોરાજી અને ઉપલેટાના અલગ અલગ વિસ્તારોમાં પોસ્ટર લાગ્યા છે. હવે આ પોસ્ટરો કોણે લગાવ્યા તે બાબત સ્થાનિક સ્તરે ચર્ચાનો મુદ્દો બન્યો છે.