PM Modi: વડા પ્રધાન મોદી આવતા અઠવાડિયે ગુજરાતમાં આ મોટા પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે

લોકસભા ચૂંટણી પહેલા વડા પ્રધાનના નરેન્દ્ર મોદી દેશભરમાં વિવધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કરી રહ્યા છે. એવામાં આવતા અઠવાડિયે વડા પ્રધાન ગુજરાતમાં બે મોટા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે. વડા પ્રધાન હાંસલપુરમાં મારુતિ સુઝુકીના ભારતના પ્રથમ ઓટોમોબાઇલ ઇન-પ્લાન્ટ રેલ્વે સાઇડિંગ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે, ઉપરાંત ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (DSIR)માં ટાટા ગ્રુપના સેમિકન્ડક્ટર ફેબ યુનિટનું પણ ખાતમુહૂર્ત કરશે. વડા પ્રધાન આ સમરોહમાં વર્ચ્યુઅલ રીતે હાજરી આપશે.
મારુતિ સુઝુકી ભારતમાં ઓટોમોબાઈલ ફ્રેઈટ ટ્રેન ઓપરેટર (AFTO) લાઇસન્સ મેળવનારી પ્રથમ ઓટોમોટિવ ઉત્પાદક કંપની છે. AFTO લાઇસન્સ મારુતિ સુઝુકીને હાઇ-સ્પીડ, હાઇ-કેપેસિટી ઓટો વેગન રેકનું ઉત્પાદન અને સંચાલન કરવા, ભારતીય રેલ્વે મારફતે કારનું પરિવહન કરવા મંજુરી આપે છે.
ટાટા ગ્રૂપે DSIR ખાતે રૂ. 91,000 કરોડના રોકાણ સાથે ભારતના પ્રથમ મેગા સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટની જાહેરાત કરી હતી. ટાટા ઈલેક્ટ્રોનિક્સ પ્રાઈવેટ લિમિટેડ (TEPL) એ તાઈવાનની પાવરચિપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પ (PSMC) સાથે પાર્ટનરશીપ કરી છે. આ યુનિટની ક્ષમતા દર મહિને 50,000 વેફર સ્ટાર્ટ્સ (WSPM) હશે.
આ ઉપરાંત વડા પ્રધાન મોડી અમદાવાદના સાબરમતી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે, જેનો અંદાજીત ખર્ચ રૂ. 1,200 કરોડ છે.