વડોદરા બોટકાંડ મામલે PIL,મોરબી બ્રિજ દુર્ઘટના એસોસિએશને સુપ્રીમમાં મામલો પહોંચાડ્યો

વડોદરા: વડોદરાની બોટ દુર્ઘટના બાદ રાજ્યમાં જેટલા પણ પ્રવાસન સ્થળો છે ત્યાંના સ્થાનિક તંત્ર દ્વારા વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીઝમાં અધિકારીઓ દ્વારા કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેની અસરને લઈને ઓખા-બેટ દ્વારકા ફેરી બોટમાં લાઇફ જેકેટ સહિતના સુરક્ષાના સાધનો ફરજિયાત કરી દેવાયા હતા અને અમદાવાદ રિવારફ્રન્ટ ખાતે ચાલતી વોટર રાઈડ પણ બંધ કરવવામાં આવી હતી.
વડોદરા હરણીકાંડ હવે છેક સુપ્રીમમાં પહોંચ્યો છે. કારણ કે મૃતકોને ચૂકવવામાં આવેલા વળતર સહિત વિવિધ મુદ્દે સુપ્રીમમાં PIL દાખલ કરવામાં આવી છે. આ PIL મોરબી બ્રિજ દુર્ઘટના એસોસિયેશન દ્વારા કરવામાં આવી છે. કોની મંજૂરીથી NOC અને જરૂરી પરવાનગીઓ આપવામાં આવી હતી? તેની તપાસની PILમાં માંગ કરવામાં આવી છે. આ સાથે સાથે વડોદરા મ્યુનિસિપલ કમિશનર, વડોદરા કલેકટર, શાળાના આચાર્ય, ટ્રસ્ટીઓ સહિત સામે કડક કાયદાકીય પગલાં ભરવાની પણ માંગ કરાઇ છે.
પાણીમાં ડૂબી જવાથી અનેક લોકોના મૃત્યુ થયાની આ અરજીમાં તેવા પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે કે બોટ જર્જરિત હાલતમાં હતી તેમ છતાં કોની મંજૂરીથી તળાવમાં કાર્યરત હતી? જવાબદાર અધિકારીઓએને સસ્પેન્ડ કરીને કડક પગલાં ભરવાની પણ માંગ કરવામાં આવી છે. આ સાથે જ આ બોટકાંડ મામલે સુપ્રીમ અથવા હાઇકોર્ટના ન્યાયાધીશની દેખરેખ હેઠળ વિશેષ તપાસ થાય તેવી માંગ ઉઠાવી છે.