અગ્નિકાંડના પીડિતોને ન્યાય અપાવવા હિંદુ સંગઠનોનું કલેકટરને આવેદન પત્ર
રાજકોટ: 26 મેના રોજ રાજકોટના કાલાવડ રોડ પર સર્જાયેલ અગ્નિકાંડને (TRP Game Zone) લઈને હજુ પણ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. જ્યારે આજે TRP ગેમ ઝોનમાં સર્જાયેલ અગ્નિકાંડમાં સરકાર દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેમજ જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે અલગ અલગ હિન્દુ સંગઠનો દ્વારા રાજકોટ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું.
TRP ગેમઝોનના પીડિતો સાથે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સાથે વાતચીત કરીને ન્યાય માટેની માંગ કરી હતી અને રાહુલ ગાંધી દ્વારા પણ આ મુદ્દાને સંસદમાં ઉઠાવવાની ખાતરી આપી હતી. જો કે આ બાદ ગુજરાત સરકારે પણ સામે ચાલીને પીડિતોને ગાંધીનગરનું તેડુ મોકલ્યુ હતું. દુર્ઘટનાના દોઢ-બે મહિના બાદ સંવેદનશીલ સરકારને રાજકોટ અગ્નિકાંડના પીડિતો પ્રત્યે સંવેદના જાગી હતી.
આજરોજ શહેરના જુદા જુદા હિન્દુ સંગઠનો તથા વ્યક્તિ વિશેષ હોય ન્યાયની દેવીને હાથમાં રાખી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું કે જવાબદાર સામે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ બનાવમાં ઊંડી તપાસ કરીને દરેક જવાબદાર લોકોને સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: પરિવારના હૈયાફાટ રુદન વચ્ચે TRP ગેમઝોન દુર્ઘટનામાં પ્રથમ મૃતદેહ પરિવારને સોંપાયો
રાજકોટના કાલાવડ રોડ પર આવેલ TRP ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડમાં 28 લોકોના મૃત્યુ થયા છે. આ મામલે સરકાર દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે. અત્યાર સુધીમાં અનેક અધિકારીઓની ધરપકડ કરવામાં આવી કહ. હાઇકોર્ટમાં પણ ચાલી રહેલી સુનાવણીમાં પણ સરકારની ઝાટકણી કાઢ્યા બાદ સરકારે તપાસ માટે અન્ય એક સમીતી પણ નીમવામાં આવી છે.