આપણું ગુજરાત
તંત્રમાં સંકલનના અભાવને કારણે પ્રજાના પૈસા વેડફાય છે.

રાજકોટ જામનગર રોડ પર નાગેશ્વર જૈન દેરાસર ની સામે ITI બનેલ છે. ત્યાં ૧ મહીના પેહલા સિમેન્ટ રોડ બનાવ્યો અને આજે ત્યાં નગરપાલિકા એ અંડર વોટર ના પાઈપ નાખી ને સાબીત કર્યું કે બે તંત્રો વચ્ચે જ્યારે સંકલન ન હોય ત્યારે પ્રજાના પૈસા કેવા વેડફાય છે. જોકે એક વાત એવી પણ સંભળાય છે કે બુદ્ધિપૂર્વક આ વર્તન કરવામાં આવે છે.
લોકો ચર્ચા કરી રહ્યા છે કે કોન્ટ્રાકટર ના ઘર અને નોકરશાહો પોતાના ઘર ભરે છે. આ આમ આદમી ના ટેકસ ના રૂપિયા થી જાહેર માં કામ ના નામે ભષ્ટ્રાચાર ચાલે છે. વિકાસ ના નામે ભષ્ટ્રાચાર કેમ કરાય એ શીખવા મળ્યું.
આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ: ભ્રષ્ટ અધિકારીઓની પોલ ખોલવા ચાર તપાસ એજન્સીઓ મેદાને
પ્રજાના ટેક્સના પૈસા વિકાસના કાર્યમાં વપરાય તે સારી વાત છે પરંતુ જ્યારે આવો બનાવ બને ત્યારે તંત્ર સામે પણ કડક પગલાં લેવા જોઈએ અને દાખલો બેસાડવો જોઈએ.