‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ના અમલમાં ગુજરાત દેશનું અગ્રેસર રાજ્ય-મુખ્યમંત્રી પટેલ

વિકસિત ભારત વિકસિત ગુજરાત સમારંભમાં સ્વાગત પ્રવચન કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીએ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ધ્યેય સાથે વિકસની ગતિ તેજ રાખી છે અને એટલે જ દેશની જનતાએ ત્રીજી ટર્મમાં પણ તેમના નેતૃત્વને સમર્થન આપ્યું છે.
શ્રી નરેન્દ્રભાઈએ રાષ્ટ્રનિર્માણની નેમ યથાવત્ રાખીને આજે ગુજરાતને રૂ. 8000કરોડથી વધુના વિકાસ લાભ ગુજરાતને આપ્યા છે. તેમની દીર્ઘદૃષ્ટિનો લાભ આપણને સૌને સતત અઢી દાયકાથી મળી રહ્યો છે, તેમાં આજે વધુ એક પિંછું ઉમેરાયું છે, એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં વિશ્વની સૌથી મોટી એફોર્ડેબલ હાઉસિંગ યોજના દેશમાં કાર્યરત કરાઈ છે, તો દેશના મધ્યમ – ગરીબ વર્ગના 4 કરોડ પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પોતીકા ઘર મળ્યાં છે અને વધુ 3 કરોડ ઘર બનાવવાનો લક્ષ્યાંક વડાપ્રધાનએ રાખ્યો છે.
આપણ વાંચો: જુનાગઢની થશે કાયાપલટ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 397 કરોડના 91 વિકાસ કાર્યોની ભેટ
એ જ શ્રુંખલામાં ગુજરાતમાં આજે આવાસ, ઊર્જા, આવાગમન અને અર્બન ડેવલપમેન્ટ ક્ષેત્રના વિવિધ વિકાસના પ્રકલ્પો લોકાપર્ણ – ખાતમુહૂર્ત કરાયા છે. તેને પગલે રાજ્યમાં આજે 50 હજારથી વધુ શહેરી અને ગ્રામીણ પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસોની ભેટ મળવાની છે.
આ સાથે રાજ્યમાં 9 લાખથી વધુ શહેરી અને સાડા પાંચ લાખથી વધુ ગ્રામીણ પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પોતીકા મકાન મળ્યા છે. એ દૃષ્ટિએ ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ના અમલમાં ગુજરાત દેશનું અગ્રેસર રાજ્ય છે, એમ તેમણે ઉમેર્યું હતું.
વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ગુજરાત ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહ્યું હોવાનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સોલાર રુફ્ટોપ અને રિન્યુએબલ એનર્જીની બાબતમાં પણ ગુજરાત દેશનું અગ્રિમ રાજ્ય છે.
પી.એમ. સૂર્યઘર મફત વીજળી યોજનાનો લાભ મળ્યો છે. એટલુંજ નહિ પણ શ્રી નરેન્દ્રભાઈના દિશાદર્શનમાં રાજ્યનાં શહેરો સ્માર્ટ, ગ્રીન અને ક્લીન બનવા તરફ આગળ વધ્યાં છે. ગુજરાતનું અર્બન ડેવલપમેન્ટ અને અર્બન ટ્રાન્સફોર્મેશન વડાપ્રધાનના વિકાસ વિઝનને આભારી છે, એમ તેમણે ઉમેર્યું હતું.
આપણ વાંચો: PM મોદીથી પ્રેરાઈને CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં અર્બન ફોરેસ્ટ અભિયાનના શ્રીગણેશ કર્યાં
રાજ્યમાં મોર્ડન અર્બન ઇન્ફ્રાસ્ટ્રકચરનો ઉલ્લેખ કરી મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં રસ્તા- વીજળી અને પાણી પુરવઠા તેમજ સુએજ જેવી પાયાની સવલતો છેક છેવાડા સુધી પહોંચી છે. તો બીજી તરફ રાજ્યના મોટાં શહેરોમાં ઉતમ પરિવહન સુવિધાએ લોકોની સુખાકારીમાં વધારો કર્યો છે.
રાજ્યની પરિવહન નસ બની રહેલી મેટ્રોના પાયામાં શ્રી નરેન્દ્રભાઈની મોદીની સૂઝનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ગાંધીનગર, અમદાવાદ અને ગિફ્ટ સિટી એમ ત્રણેયને પરસ્પર જોડતી મેટ્રો ટ્રેનના ફેઝ-૨નું લોકાર્પણ કરીને રાજ્ય સહિત દેશને વધુ એક ઉત્તમ આવાગમન પ્રકલ્પની ભેટ આપી છે. રાજ્યના અમદાવાદ અને ગાંધીનગર તથા ફિનટેક સિટી – ગિફ્ટ સિટી હવે મેટ્રોની ઝડપી પરિવહન સેવાથી જોડાઈ ગયા છે ત્યારે રાજ્યના વિકાસને વધુ વેગ મળશે, એમ તેમણે ઉમેર્યું હતું.
વંદે ભારત ટ્રેનોની પરંપરા નરેન્દ્રભાઈ શરૂ કરાવી હોવાનું જણાવી મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, દેશની પ્રથમ નમો ભારત રેપિડ રેલ ભૂજથી અમદાવાદ વચ્ચે આજથી શરૂ થઈ રહી છે સાથે સાથે આજે દેશમાં વધુ નવી 6 વંદે ભારત ટ્રેનો પણ આજથી જ શરૂ થવાની છે. ગુજરાતની ધરતી પરથી આ કાર્ય થઈ રહ્યું છે, તેનું આપણને સૌને ગૌરવ છે, એવું તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનના સક્ષમ નેતૃત્વમાં ‘અર્થ અંત્યોદય, પ્રણ અંત્યોદય અને લક્ષ્ય અંત્યોદય’ના સંકલ્પથી ગુજરાતની વિકાસયાત્રાને વધુ આગળ લઈ જવી છે. વિકસિત ભારતના નિર્માણમાં દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત અગ્રિમ યોગદાન આપશે, તેવી સંકલ્પના વ્યક્ત કરી મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આપણે સૌ સાથે મળી વિકસિત ગુજરાતના નિર્માણથી, વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરીએ.
આ સમારંભમાં વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્તની સાથે સાથે વડાપ્રધાનના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજનાના છ લાભાર્થીઓને પ્રતીકાત્મક રીતે ઘરની ચાવી અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે રાજ્યના મંત્રીશ્રીઓ સર્વે કનુભાઈ દેસાઈ, ઋષિકેશ પટેલ, રાઘવજીભાઈ પટેલ, જગદીશ વિશ્વકર્મા, કુંવરજીભાઈ હળપતિ, અમદાવાદનાં મેયર શ્રીમતી પ્રતિભા જૈન, જિલ્લા પંચાયતનાં પ્રમુખ શ્રીમતી કંચનબા વાઘેલા, સ્થાનિક સંસદસભ્યઓ તથા ધારાસભ્યઓ મંચ પર ઉપસ્થિત હતા.