પંચમહાલમાં શિક્ષણ જગત શર્મસાર: વિદ્યાર્થીએ શિક્ષિકાને લાફો માર્યો, વીડિયો વાયરલ…

પંચમહાલ: દેશના શિક્ષણજગતને લાંછન લગાવનારી ઘટના ગુજરાતના પંચમહાલમાં બની છે. પંચમહાલની એક ખાનગી શાળામાં વિદ્યાર્થીએ મહિલા શિક્ષિકાને થપ્પડ મારવાનો શરમજનક કિસ્સો બન્યો હતો. આ ઘટના ક્લાસરૂમના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વિદ્યાર્થીએ એટલા જોરથી થપ્પડ મારી હતી કે શિક્ષિકા જમીન પર નીચે પડી ગયાં હતાં. શિક્ષણ જગતને શર્મસાર કરતી આ ચોંકાવનારી ઘટના બનતા વિદ્યાર્થી પ્રત્યે લોકોએ આક્રોષ વ્યક્ત કર્યો હતો.
પંચમહાલની ખાનગી શાળામાં બની આ ઘટના
વિદ્યાર્થીએ જ્યારે શિક્ષિકાને થપ્પડ મારી ત્યારે અન્ય વિદ્યાર્થીઓ વચ્ચે આવ્યાં અને મામલો શાંત પાડવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આ એક ખાનગી શાળા છે, જ્યાં જેમાં મહિલા શિક્ષિકાએ વિદ્યાર્થીને કેમ મોડો આવ્યો તેનું કારણ પૂછ્યું હતું. એટલે વિદ્યાર્થીએ દલીલ શરૂ કરી દીધી હતા. આ દલીલો વચ્ચે વિદ્યાર્થીએ શિક્ષિકાને થપ્પડ મારી દીધી હતી. આ ઘટના મામલે શાળાએ પોલીસને જાણ કરી અને વિદ્યાર્થીની અટકાયત કરી લેવામાં આવી હતી. બાદમાં તે વિદ્યાર્થીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો.
મોડો આવવાનું કારણ પૂછતા શિક્ષિકા પર હાથ ઉપાડ્યો
શાળામાં પરીક્ષાઓ ચાલી રહી હતી. બધા જ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં હતા. આ વખતે તે વિદ્યાર્થીઓ મોડો આવે છે, જેથી શિક્ષિકાએ તેને મોડો આવવાનું માત્ર કારણ પૂછ્યું હતું, જેમાં પછી વિદ્યાર્થીઓ શિક્ષિકા પર હાથ ઉપાડી દીધો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ મામલે પોલીસનું કહેવું છે કે, ફરિયાદમાં ઉલ્લેખિત 15થી 20 અજાણ્યા વ્યક્તિઓની ઓળખ કરીને તેમની પણ ધરપકડ કરવામાં આવી શકે છે.



