આપણું ગુજરાત

પાલનપુર-ડીસા હાઈવે પર ભયાનક અકસ્માત: ડિવાઈડર સાથે કાર ટકરાઈને ફંગોળાઈ, ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ

પાલનપુરઃ ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં માર્ગ અકસ્માતની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે. આ દરમિયાન ફરી એક અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. વિગતે વાત કરવામાં આવે તો, પાલનપુર-ડિસા હાઈવે પર એક ગોઝારો અકસ્માત થયો છે. ડ્રાઈવિંગ વખતે કરેલી નાની ભૂલને કારણે મોટો અકસ્માત સર્જાઈ શકે છે.

માત્ર એક સેકન્ડની ભૂલના કારણે પણ મોટી જાનહાનિ સર્જાતી હોય છે. પાલનપુર-ડીસા હાઈવે પર પણ આવો જ એક અકસ્માત સર્જા હતો. એક કાર અચાનક રીતે હાઈવેના ડિવાઈડર સાથે અથડાઈ અને હવામાં ઉછળીને હવામાં ફગોળાઈ હતી. જોકે, અકસ્માતમાં ડ્રાઈવરનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો, જ્યારે વીડિયો વાયરલ થયા પછી લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.

આપણ વાચો: હાઇવે પર અકસ્માતમાં ઘવાયેલા ડ્રાઇવરને 23.27 લાખનું વળતર ચૂકવવાનો આદેશ…

કારચાલકે અચાનક કાર પરથી કાબૂ ગુમાવ્યો

મળતી માહિતી પ્રમાણે પાલનપુર-ડીસા હાઈવે પર આ અકસ્માત સર્જયો હતો. સીસીટીવી વીડિયો પ્રમાણે એક કાર ડીસા તરફ જતા પાલનપુર જતા હાઈવે પર જઈ રહી હતી. આ દરમિયાન તે કારચાલકે કાર પરથી કાબૂ ગુમાવ્યો અને કાર પાલનપુરથી ડીસા જતા હાઈવે પર ફંગોળાઈ હતી. આ અકસ્માત એટલો ઘાતક હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયો હતો. આ ઘટનાને જે લોકોએ નજરે જોઈ હતી તેઓ ચોંકી ગયાં હતાં.

ગંભીર અકસ્માતમાં કારચાલકને સામાન્ય ઈજાઓ થઈ

ડીસા ટ્રેક પર જતી એક કાર ડિવાઇડર કૂદીને પાલનપુર જતી ટ્રેક પર પડી ગઈ હતી. મળતી વિગતો પ્રમાણે આ ગંભીર અકસ્માતમાં કારચાલકને સામાન્ય ઈજાઓ થઈ હતી. વધારે મોટી કોઈ જાનહાનિ થઈ નહીં હોવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અકસ્માતની જાણ થતાની સાથે જ સ્થાનિકો ઘટનાસ્થળ પર દોડી આવ્યાં હતાં.

સ્થાનિકોએ પોતાનાથી બનતી મદદ પણ કરી હતી. જો કે, ચોંકાવનારી વાત એ હતી કે આ કાર અકસ્માત એટલો ગંભીર હોવા છતાં પણ ડ્રાઈવરને માત્ર સામાન્ય ઈજાઓ જ થઈ હતી.

જ્યારે આ અકસ્માત સર્જાયો ત્યારે હાઈ-વે પરથી અન્ય અનેક વાહનો પસાર થઈ રહ્યાં હતાં. એટલે આ અકસ્માત વધારે ગોઝારો બની શકે તેમ હતો. પરંતુ વધારે કોઈ મોટો અકસ્માત સર્જાયો નથી અને જાનહાનિ થઈ નથી. સીસીટીવી કેમેરામાં કેદ થયેલો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button