આપણું ગુજરાત

પાલનપુર કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: સમગ્ર પરિસર ખાલી કરાવાયું, પોલીસનો કાફલો તૈનાત…

પાલનપુરઃ અહીંની કલેકટર કચેરીને બોમ્બની ધમકીનો ઈમેઈલ મળતાંની સાથે જ પાલનપુર જિલ્લા કલેક્ટર, અધિક કલેક્ટર સહિતની અન્ય તમામ કચેરીઓની ખાલી કરાવી દેવામાં આવી છે. બોમ્બની ધમકી મળ્યાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો અને તપાસ શરૂ કરી દીધી છે. આ સાથે તમામ કચેરીઓની સ્ટાફ અને અરજદારોને કચેરી બહાર મોકલી દેવામાં આવ્યાં છે.

પોલીસે પાલનપુર કલેક્ટર કચેરીમાં ધામા નાખ્યાં

ધમકીભર્યો ઈમેલ મળતાં જ પાલનપુર જિલ્લા કલેક્ટર, અધિક કલેક્ટર સહિતની તમામ કચેરીઓ તાત્કાલિક ખાલી કરાવાઈ. પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો અને સ્ટાફ તથા અરજદારોને સુરક્ષાના ભાગરૂપે બહાર મોકલવામાં આવ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જો કે, આ મામલે સત્તાવાર માહિતીની હજુ પુષ્ટિ કરવામાં આવી નથી. તેમ છતાં પાલનપુર જિલ્લા પંચાયત પરિસરમાં હાજર તમામ વિદ્યાર્થીઓને સાવચેતીના પગલા રૂપે ઘરે પાછા મોકલી દેવામાં આવ્યાં છે.

આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરી દેવામાં આવી છે. આ સાથે કલેક્ટર પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરી દેવામાં આવી છે. ધમકીભર્યો મેઇલ મળતાં જ પાલનપુર જિલ્લા કલેક્ટર, અધિક કલેક્ટર સહિતના અધિકારીઓ અને અરજદારો-સ્ટાફને બહાર કાઢવામાં આવ્યો છે.

આ પણ વાંચો…અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવવાની મળી ધમકીઃ કોર્ટની કામગીરી સ્થગિત…

રાજ્યની અનેક કોર્ટને પણ બોમ્બની ધમકી મળી

અત્રે ઉલ્લેખની છે કે, ગઈકાલે ગુજરાત હાઈ કોર્ટ સાથે રાજ્યની અનેક કોર્ટને પણ બોમ્બની ધમકી મળી હતી. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે અમદાવાદ, સુરત, આણંદ, રાજકોટ અને ભરૂચની લોઅર કોર્ટને પણ RDXથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ગઈકાલે ભરૂચ કલેકટર અને ગાંધીનગર કલેક્ટર કચેરીને પણ આ જ પેટર્નથી ધમકી ભરેલો મેલ મળ્યો હતો.

એક જ પ્રકારની પેટર્ન ધરાવતા મેઈલ આવ્યાં

આ દરેક જગ્યાએ એક જ પ્રકારની પેટર્ન ધરાવતા મેઈલ આવ્યાં હતાં. આ એક મોટું ષડયંત્ર છે કે, પછી કોઈ નવાજૂની થવાની એંધાર્ણ! આ બાબતે ગુજરાત પોલીસે અને રાજ્ય સરકારે ખરેખર સજાગ રહેવાની જરૂર છે. સતત આવી ધમકીઓ મળી રહી છે તેમાં પોલીસ દ્વારા ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે, તેવું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button