બોલો પાકિસ્તાની ક્રિકેટર્સ પણ છે ગુજરાતી જમણના શોખિન | મુંબઈ સમાચાર
IPL 2024આપણું ગુજરાતસ્પોર્ટસ

બોલો પાકિસ્તાની ક્રિકેટર્સ પણ છે ગુજરાતી જમણના શોખિન

ભારત અને પાકિસ્તાનની ટીમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તા. 14મી ઓક્ટોબરે મેચ રમશે. જો કે આ મેચ માટે પાકિસ્તાની ટીમ બુધવારે અમદાવાદમાં આવી ગઈ હતી.

શહેરના આશ્રમ રોડ પર આવેલી એક હોટલમાં રોકાઈ છે. પોલીસે સુરક્ષાના ભાગરૂપે લોખંડી બંદોબસ્ત ગોઠવી દીધો હતો આ હોટેલમાં રોકાયેલી ટીમે પહેલેથી જ ભોજનમાં ખાસ ગુજરાતી વાનગીઓનો આગ્રહ રાખ્યો હતો. એક અહેવાલ દ્વાાર મળતી માહિતી અનુસાર પાકિસ્તાની ટીમને સવારના નાસ્તાથી લઈને રાતના જમણ સુધીના તમામ ભોજનમાં ગુજરાતી વાનગીઓની જયાફત મળશે. જેમાં ખાખરા, સેવ મમરા, ચક્રી, ફાફડા, ખિચડી, કઢી, ગુજરાતી શાક, ભાખરી, મેથીના થેપલા, મેથીના ગોટા, આઈસ ગોલા વગેરેનો સમાવેશ થાય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. ક્રિકેટ ચાહકો ભારત-પાકિસ્તાન મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પાકિસ્તાનની ટીમ 11 વર્ષ પછી ગુજરાતમાં રમવા આવી છે. પાકિસ્તાનને છેલ્લે 28 ડિસેમ્બર 2012ના રોજ ગુજરાતના મોટેરા સ્ટેડિયમમાં મેચ રમી હતી. જેમાં પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો.

Back to top button