
સાબરકાંઠાઃ ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં વાહનની ટક્કરથી એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. ગામડી ગામે એક વાહન ની અડફેટે એક વ્યક્તિ નું મોત થયું છે ગામ લોકો તથા આજુબાજુના લોકો એ હાઇવે બંધ કરી દીધો છે. આ ઘટના બાદ આસપાસના ગામોના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
અહેવાલો અનુસાર, આ ઘટના અમદાવાદ-ઉદયપુર હાઈવે પર બની હતી, જેના પછી ગ્રામજનોએ મોટું પગલું ભર્યું હતું અને સમગ્ર હાઈવેને બ્લોક કરી દીધો હતો. ગામડી ગામ પાસે બનેલી આ ઘટનાની માહિતી મળતાં જ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ પર ગ્રામજનોના ટોળાએ હુમલો કર્યો હતો, જે બાદ વાતાવરણ તંગ બની ગયું હતું.
હિંમતનગર સહકારી વાળો હાઇવે બંધ કરવામાં આવ્યો છે સવારે 6:00 કલાકે ગામડી મુકામે એક્સિડન્ટ થયેલો હોવાથી હાઇવે બંધ છે. અત્યારે ખુલવાનીની કોઈ શક્યતા નથી. પોલીસને પણ પાછી મોકલી દીધેલ છે.
આ પણ વાંચો: રાજસ્થાનના સવાઈ માધોપુરમાં ભયંકર માર્ગ અકસ્માત; 6 લોકોના મોત, 2 બાળકો સારવાર હેઠળ
રિપોર્ટસના જણાવ્યા મુજબ, સાબરકાંઠા જિલ્લાના હિમ્મતનગરની પાસે ગામ લોકોએ ચક્કાજામ કર્યો હતો. જેના કારણે બંને તરફ ટ્રાફિક જામ થયો હતો. હાઈ વે પર લગભગ 5 કિલોમીટર લાંબો જામ થયો હતો. ઘટના સ્થળે પહોંચેલી પોલીસને ટ્રાફિક જામને ખોલવા માટે પ્રયાસો કરવા પડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ટ્રાફિક જામના કારણે સેંકડો વાહનો હાઈવે પર અટવાઈ ગયા હતાં, જેમાં પેસેન્જર વાહનો અને માલસામાન લઈ જતી ટ્રકનો સમાવેશ થતો હતો. ઘટના સ્થળેથી બહાર આવી રહેલી તસવીરોમાં સેંકડો ગ્રામજનો પોતાનો વિરોધ નોંધાવતા જોવા મળે છે.
જ્યારે અન્ય એક ઘટના, ગુજરાતના રાજકોટ જિલ્લાના પડધરી શહેરમાં એક વૃદ્ધ દંપતી અને તેમના 35 વર્ષના પુત્રએ ઝેરી પદાર્થ ખાઈને કથિત રીતે આત્મહત્યા કરી હતી. પડધરી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે ત્રણેયના મૃતદેહ સવારે 10.15 વાગ્યે જિલ્લાના મોતા રામપુર ગામ પાસે એક ઓટો રિક્ષામાંથી મળી આવ્યા હતા.
તેમણે કહ્યું, ‘સ્થળ પરથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે, જે વાચ્યાં બાદ જાણવા મળે છે કે પરિવારે આર્થિક તંગી અને સ્વાસ્થ્યની ચિંતાને કારણે આ પગલું ભર્યું છે. મૃતકોની ઓળખ કાદર મુકસમ (62), તેની પત્ની ફરીદાબેન (59) અને પુત્ર આશિક (35) તરીકે થઈ છે.