ફરી વાર ગોધરામાં એકશનમાં આવી CBI-NEETપરીક્ષા કાંડમાં ચાલે છે ધમધમાટ
NEET EXAM SCHME– દેશભરમાં નીટ પરિક્ષાકાંડ માં ગુજરાતમાથી જેની શરૂઆત થઈ એ તવારીખ હતી 5 મી મે- ગોધરામાં યોજાયેલી આ પરીક્ષામાં સેન્ટરના સરવેસરવા જ વિધાર્થીઓને કોપી કરાવતા અને તેના બદલામાં નાના વસૂલયા હોવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.
બાદમાં બિહારમાં પણ આ પરીક્ષા મુદ્દે ભારે હોબાળો થયો અને તેના પડઘા દિલ્લી સુધી પડ્યા. કેટલીય જગ્યાએ પરીક્ષા રદ થઈ તો વિધાર્થીઓનો આક્રોશા પણ ચર્મ પર પહોચ્યો હતો. ગોદધારમાં છેલા બે દિવસથી CBIએ ઘામાં નાખ્યા છે અને તપાસ ઉપરાંત ચાર્જશીટ દાખલ કરવાની પ્રક્રિયા વેગવંત બની છે
CBI ની ચાર્જ શીટમાં કોણ કોણ સામેલ ?
નીટ પરીક્ષાકાંડમાં CBIના અધિકારીઓએ એ કેટલાક વાલીઓ-વિદ્યાર્થીઓની પૂછપરછ કરવામાં આવી છે. CBIએ 5 આરોપીની સ્પેશ્યલ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી જેમાં આરોપી તુષાર ભટ્ટ, વિભોર આનંદની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આરોપી આરીફ વોરા, પરશુરામ રોયની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
આપણ વાંચો: નીટ: ચક્રવ્યૂહ અને વાસ્તવિકતા
આરોપીઓના વકીલને પેનડ્રાઇવમાં ચાર્જશીટની નકલ
સીબીઆઈ ટીમ નીટ પરીક્ષા ષડ્યંત્રમાં સમયાંતરે તપાસના ભાગરૂપે ગોધરાની મુલાકાત લઈ રહી છે.NEET પરીક્ષા કૌભાંડમાં દેશભરમાં પરીક્ષાર્થીઓના વિરોધ બાદ CBIને તપાસ સોપવામાં આવી હતી. CBIની ટીમ ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યમાં તપાસ કરી રહી છે.
ગોધરાની જય જલારામ સ્કૂલમાં મેડિકલ માટે મહત્ત્વની ગણાતી નીટ પરીક્ષામાં વિદ્યાર્થીઓના પાસ કરાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. CBIએ આ કેસમાં 8 હજાર પાનાની ચાર્જશીટ રજૂ કરી છે. CBIએ આરોપીઓના વકીલને પેનડ્રાઇવમાં ચાર્જશીટની નકલ આપી છે.