આપણું ગુજરાત

એક આંદોલન પૂરું તો તરત બીજુ તૈયાર, ગુજરાતમાં હવે માલધારી સમાજ લડી લેવાના મૂડમાં

ગુજરાતની ભૂમિ એ આંદોલનની ભૂમિ છે. થોડા દિવસો પહેલા ગુજરાતમાં 6000થી વધુ TRB(ટ્રાફિક બ્રિગેડ) જવાનોને સરકાર છૂટા કરવા જઇ રહી છે તેવો પરિપત્ર જાહેર થતા મોટી સંખ્યામાં TRB જવાનોએ સરકારના આ નિર્ણય સામે બાંયો ચડાવી હતી, આખરે સરકારે એ નિર્ણય પાછો ખેંચતા આ મુદ્દો તો ઉકેલાઇ ગયો છે પરંતુ હવે છેલ્લા આઠ-દસ વર્ષથી રાજ્યની જનતાને પજવતા રખડતા ઢોરની સમસ્યામાં હવે એક નવો વળાંક આવવાની તૈયારી છે. આમ, રાજ્યમાં એક આંદોલન માંડ પૂરું થયું હોય ત્યાં તરત જ બીજા આંદોલનના મંડાણ થઇ જ જાય છે.

રાજ્યના માલધારી સમાજનું મોટું માથું ગણાતા આગેવાન નાગજી દેસાઇએ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં મોટી સંખ્યામાં માલધારીઓને એકત્ર કરી ગોચરની જમીન મુદ્દે લડત લડવાની જાહેરાત કરી છે. તેમનું કહેવું છે કે, “આ લડત અમારી ગોચરની જમીન ગળી જનારા 2 પગવાળા આખલાને શોધીને તેમને પાંજરામાં પૂરવા માટેની છે.”

આનો સીધો અર્થ એ છે કે રાજ્ય સરકાર દ્વારા જે ઢોર નિયંત્રણ પોલિસી લાગુ કરવામાં આવી હતી તેનો તમામ માલધારીઓ વિરોધ કરશે.
માલધારી સમાજના આગેવાનોનું કહેવું છે કે ઢોર નિયંત્રણની નવી પૉલિસીની અંદર ગુજરાત સરકાર અને કોર્પોરેશનની બેધારી નીતિ છે. જેમાં જો દસ્તાવેજવાળી જગ્યા હોય, તો જ પશુ રાખવાનું લાઈસન્સ મળે તેવું નક્કી કરવામાં આવ્યું છે.

આવું હોય, તો જે લોકો વ્યવસાય કરે તે તમામને આ નીતિ લાગુ પડશે કે માત્ર માલધારી સમાજના લોકોને જ લાગુ પડશે? આ નવી નીતિ અંતર્ગત કરિયાણાની દુકાન ધરાવતા તેમજ પાનના ગલ્લા ધરાવતા લોકોને પણ દસ્તાવેજવાળી જગ્યા જોઈએ. આવી વિવિધ રજૂઆતો આંદોલન દ્વારા કરવામાં આવશે તેવું નાગજી દેસાઇએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં રખડતા ઢોરનો મુદ્દો એ એક પ્રકારે આક્રમક અને સળગતો મુદ્દો છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા અવારનવાર મહાનગરપાલિકાઓ, રાજ્ય સરકાર અને રાજ્યનું પોલીસતંત્રની ઝાટકણી કાઢવામાં આવે છે, કોર્ટ મીડિયા અહેવાલોનું પણ સંજ્ઞાન લઇને સતત સરકારને ટકોર કરતી રહે છે. વાત અમદાવાદની કરીએ તો અમદાવાદ મનપા દ્વારા ગત 1 સપ્ટેમ્બરથી ઢોર નિયંત્રણ પોલિસી લાગુ કરવામાં આવી હતી, જેમાં માલધારીઓ માટે કડક નિયમોને કારણે માલધારી સમાજમાં સરકાર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?