આપણું ગુજરાત

હવે ગુજરાતનો આ ડેમ વિસ્તાર બનશે ટુરીઝમ એન્‍ડ પિલગ્રીમેજ ડેસ્ટીનેશન

ગાંધીનગરઃ ગુજરાત ટૂરિઝમમાં હંમેશાં અગ્રેસર રહ્યું છે અને નવા નવા આકર્ષણો ઉમેરતું જાય છે. આવું વધુ એક આકર્ષણ ઉમેરવાની જાહેરાત રાજ્ય સરકારે કરી છે. ગુજરાત માહિતી ખાતાએ આપેલી માહિતી અનુસાર મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકારે ધરોઇ ડેમને કેન્દ્રમાં રાખી તેની આસપાસના ૯૦ કિ.મી ની ત્રિજ્યાના વડનગર, તારંગા, અંબાજી અને રાણ કી વાવ જેવા પ્રસિદ્ધ સ્થળોને સાંકળીને ધરોઇને પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવા વિવિધ પ્રોજેકટ્સની કામગીરી શરૂ કરી છે.

ધરોઇ રિજિયનનો આ વિકાસ પ્રોજેકટ અંદાજે રૂ.૧૧૦૦ કરોડના ખર્ચે ત્રણ તબક્કામાં હાથ ધરાશે. ભૂપેન્દ્ર પટેલએ તાજેતરમાં આ પ્રોજેકટ્સની જાણકારી માટે ધરોઇ ડેમ સાઇટ પર જઇને સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ પ્રોજેક્ટમાં પ્રસ્તાવિત રોડનેટવર્ક અન્‍વયે પ્રથમ તબક્કામાં એડવેન્ચર ડ્રાઇવ રોડ અને ટર્મિનલ રોડની કામગીરીની માહિતી મેળવી હતી.

ધરોઇના ડેમના આ સમગ્ર વિસ્તારનું જે ટુરીઝમ પોઇન્‍ટ ઓફ વ્યૂથી ડેવલપમેન્‍ટ થવાનું છે તેમાં મુખ્યત્વે એડવેન્ચર વોટર સ્પોર્ટ્સ એરીના, અન્ય સુવિધાઓ અને ઇન્‍ફ્રાસ્ટ્રક્ચર, રિવર એડ્જ ડેવલપમેન્‍ટ લેઝર શો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે એમ્ફી થિયેટર, પંચતત્વ પાર્ક (બોટેનિકલ ગાર્ડન), વિઝિટર સેન્‍ટર એન્‍ડ વોટર એક્સપિરિયન્સ પાર્ક, અર્થ એક્સપિરિયન્સ પાર્ક, નાદ બ્રહ્મ ઉપવન, વિન્‍ડ એક્સપિરિયન્સ પાર્ક તેમજ સન એક્સપિરિયન્સ પાર્ક, સ્કાય એક્સપિરિયન્સ પાર્ક, આઇલેન્‍ડ ગેટ વે અને જેટ્ટી તથા ઓપન ગ્રીન પાર્ક સહિતના આકર્ષણો જોડવાનું આયોજન કરવામાં આવેલું છે.

આ પ્રોજેકટ્સને પરિણામે ઉત્તર ગુજરાત વિસ્તારની એક આકર્ષક ટુરીઝમ સરકીટ તરીકે ધરોઇ ડેમ વિસ્તાર મુખ્ય આર્થિક બળ બનશે. એટલું જ નહીં, સ્પિરિચ્યુઅલ ટુરિઝમ, એડવેન્ચર્સ ટુરિઝમ, ઇકો એન્‍ડ રિક્રિએશનલ એક્ટિવિટીઝ ડેવલપ થવાથી આ સમગ્ર વિસ્તારમાં રિજિયન ટુરિઝમ ડેવલપ થશે.

આ ઉપરાંત પ્રવાસીઓની અવર-જવરને કારણે સ્થાનિક સ્તરે આર્થિક ગતિવિધિને વેગ મળવા સાથે રોજગારીના અવસર પણ ઉભા થશે, તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button
તમારી હથેળીની રેખાઓ કહેશે કે તમે… ખબરદાર, આ દેશમાં એક્સિડન્ટ કે દુર્ઘટનાનો વીડિયો બનાવ્યો છે તો… ચાથી લઈને શૌચાલય વિભાગ સુધી જાણો દુનિયાભરના અજીબો ગરીબ મંત્રાલય મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker