આપણું ગુજરાતટોપ ન્યૂઝ

હવે 80 ટકા ગંદુ પાણી ફરીથી ઉપયોગમાં લેવાશે, જાણો ગુજરાત સરકારનો શું છે પ્લાન?

ગાંધીનગર: ગુજરાત ભારત દેશનું એક મહત્વનું ઔદ્યોગિક રાજ્ય છે. જેથી કરીને વિવધ ઉદ્યોગોને લીધે થતું ગંદુ પાણી અને તેનું શુદ્ધિકરણ, તેનો નિકાલ હંમેશા એક મહત્વનો મુદ્દો રહ્યો છે. પર્યાવરણની સાવચેતી અને તેને લાગતા વિવિધ મુદ્દાઓને લઈને ગુજરાત સરકાર એક મહત્વનો પ્રોજેક્ટ લઈ આવી રહ્યા છે, જેમાં 80 ગંદા પાણીને શુદ્ધ કરીને ફરીથી ઉપયોગમાં લઇ શકાશે. વોટર રીસાયકલીંગ પ્રોજેક્ટ (Gujarat Waste Water Recycling Project) નો ઉપયોગ કરીને 2023 સુધીમાં 80 ટકા ગંદા પાણીનો ઉપયોગ કરવાનો લક્ષ્યાંક છે.

શુક્રવારે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં (vibrant gujarat global summit 2024) એક સત્ર યોજાયું હતું જેમાં, જર્મની અને જાપાનના શૂન્ય કચરો (zero waste) માટે સાહસિક પગલાંમાંથી પ્રેરણા લઈને અને કચરાનું ફરજિયાત રિસાયક્લિંગ, વેસ્ટ ટુ એનર્જી’, સર્કુલર ઈકોનોમીના માધ્યમથી અવસર, અને વેસ્ટ-વોટર રિસાયક્લિંગ’ જેવા મુદ્દાઓ ચર્ચાયા હતા.

આ વેળાએ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) પોતાના સેશનમાં જણાવ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) કચરાના નિકાલની અને તેને ફરીથી ઉપયોગમાં લેવાની નવી વ્યવસ્થા શરુ કરી છે.

ગ્રામ્ય વિસ્તારોમાં સક્રિય ગોબર ગેસ અને બાયો ગેસ પ્રોજેક્ટનું ઉદાહરણ આપતા મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે આ પ્રકારના ફેરફારોને કારણે ગ્રામીણ અર્થવ્યવસ્થામાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે.

સુરતને સ્વચ્છ શહેરનું બિરુદ મળતા મુખ્ય પ્રધાન સુરતને અભિનંદન આપતાની સાથ જણાવે છે કે, સુરત મહાનગરપાલિકા ગંદા પાણીને સ્વચ્છ કરીને વર્ષે 140 કરોડની આવક ઊભી કરી લે છે.

આ અંગે વિવિધ વિભાગના તજજ્ઞોએ પોતાના મત રજુ કાર્ય હતા અને જર્મની જાપાનના ઝીરો વેસ્ટના ઉદાહરણો આપીને કચરાના નિકાલ અને તેમના શુદ્ધિકરણના મુદ્દાઓની ચર્ચાઓ કરી હતી.

Back to top button
નો ફ્લાય ઝોન: વિશ્વના એવા સ્થળો કે જેના પર વિમાનો ઉડી શકતા નથી રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker