વિરાટ કોહલી કે રવિન્દ્ર જાડેજા નહીં આ ખેલાડીથી ડરે છે ઓસ્ટ્રેલિયન ટીમ, ખુદ કર્યો ખુલાસો…
અમદાવાદઃ આવતીકાલે અમદાવાદ ખાતે ICC વર્લ્ડકપ 2023ની સૌથી રોમાંચક મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે અને માત્ર ઓસ્ટ્રેલિયા અને ઈન્ડિયા નહીં પણ સમગ્ર દુનિયાની નજર આ મેચ પર છે. જો આવતીકાલે ભારત આ મેચ જીતશે તો વર્લ્ડકપ જિતવાની સાથે સાથે ટીમ ઈન્ડિયા વનડે વર્લ્ડ કપ સિઝનમાં એક પણ મેચ હાર્યા વિના વર્લ્ડકપ જિતનારી ટીમ બની જશે. પરંતુ આ બધા વચ્ચે ઓસ્ટ્રેલિયાના કેપ્ટને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
આ ખુલાસો કરતાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે જણાવ્યું હતું કે આવતીકાલની ઈન્ડિયા વર્સીસ ઓસ્ટ્રેલિયાની મેચ ખૂબ જ રોમાંચક રહેશે, કારણ કે બંને ટીમ ટાઈટલ જીતવા માટે એડી ચોટીનું જોર લગાવશે.
ફાઈનલ મેચ પહેલાં કમિન્સે જણાવ્યું હતું કે તેમને સૌથી વધુ કયા ખેલાડીથી ડર લાગે છે અને ખેલાડી વિરાટ કોહલી કે રવીન્દ્ર જાડેજા હશે એવું તમે વિચારી રહ્યા છો તો એવું નથી. કમિન્સે આ બંને નામોને બાદ કરતાં કોઈ અન્ય ખેલાડીનું જ નામ લીધું છે. પેટ કમિન્સે તેમને ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીથી ડર લાગે છે એવો ખુલાસો કર્યો છે.
પેટ કમિન્સે આગળ એવું પણ કહ્યું હતું કે ટીમ ઈન્ડિયા ખૂબ જ સારી છે અને એ વાતમાં કોઈ શંકા જ નથી. તમામ ખેલાડીઓ એકદમ જોરદાર ફોર્મમાં ચાલી રહ્યા છે, પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમે મોહમ્મદ શામીથી સાવધાન રહેવાની અને ચેતીને ચાલવાની જરૂર છે.
આ મેચમાં ટીમ ઈન્ડિયાને તેના તમામ 11 ખેલાડીઓ પાસેથી બેસ્ટ પ્રદર્શનની આશા ક્રિકેટપ્રેમીઓ રાખી રહ્યા છે અને જો તમામ ખેલાડીઓ ફાઇનલમાં પોતાનું બેસ્ટ પર્ફોર્મ કરશે, તો જ ભારતનું વર્લ્ડ કપ જીતવાનું સ્વપ્ન સાકાર થશે. ફાઈનલ મેચમાં ચાહકોની નજર શાનદાર ફોર્મમાં ચાલી રહેલા બેટ્સમેન વિરાટ કોહલી પર પણ હશે. વિરાટ કોહલી ફાઈનલમાં પણ સદી ફટકારશે કે કેમ તેના પર બધાની નજર છે.