યુએસ જતા ગુમ થયેલા 9 ભારતીયોનો કોઈ પત્તો નથી, વિદેશ માત્રલાયનો ગુજરાત HCમાં જવાબ
અમદાવાદ: વિદેશ મંત્રાલયએ બુધવારે ગુજરાત હાઈકોર્ટને જણાવ્યું હતું કે કેરેબિયનમાં તેના દૂતાવાસોના પ્રયત્નો છતાં, તેઓ યુએસમાં ગેરકાયદેસર ઘુસણખોરી માટે નિકળેલા નવ ભારતીય નાગરિકોને શોધી શક્યા નથી. વિદેશ મંત્રાલયએ એમ પણ કહ્યું હતું કે ભારતીય દૂતાવાસોના જણાવ્યા પ્રમાણે ગુમ થયેલા લોકો કાં તો યુએસમાં પહોંચી ગયા છે અથવા ક્યાંક છુપાયેલા છે.
વિદેશ મંત્રાલયે કોર્ટને ખાતરી આપી હતી કે કેરેબિયનમાં તેના તમામ દૂતાવાસ અને હાઈ કમિશન ગુમ થયેલા ભારતીય નાગરિકોના ઠેકાણા શોધવા માટે પ્રમાણિક, નિષ્ઠાવાન અને સંકલિત પ્રયાસો ચાલુ રાખશે.
વિદેશ મત્રાલયના સેક્રેટરીએ તેમના સોગંદનામામાં એમ પણ જણાવ્યું હતું કે, કેરેબિયન પ્રદેશમાં ભારતીય રાજદ્વારી મિશનોએ અનૌપચારિક રીતે મહીરી આપી છે કે સ્થાનિક અધિકારીઓએ આશંકા મુજબ ગુમ થયેલા નવ ભારતીયોએ કાયદેસરની ઇમિગ્રેશન ચેનલોનો ઉપયોગ કર્યો નથી, એવું લાગી રહ્યું છે કે તેઓ કાં તો છુપાયેલા છે અથવા તેઓ તેમના ઇચ્છિત સ્થળો પર પહોંચી ગયા છે, તેથી જ તેમને શોધવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ગુમ થયેલા લોકોના સંબંધીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલ પર કોર્ટ સુનાવણી કરી રહી છે. મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલ અને ન્યાયમૂર્તિ અનિરુદ્ધ માયીની બેંચે સર્ચ ઓપરેશન ચાલુ રાખવાની MEAની ખાતરી બાદ કેસને ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહ સુધી મુલતવી રાખ્યો હતો.
વિદેશ માત્રાલયે કોર્ટને જણાવ્યું કે હવાના, કિંગ્સ્ટન, પોર્ટ ઓફ સ્પેન, જ્યોર્જટાઉન, સેન્ટો ડોમિંગો, કારાકાસ, સુરીનામ અને ફ્રાન્સના વિદેશી પ્રદેશોમાં તેના દુતાવાસે ગુમ થયેલા લોકોને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ કોઈ ફાયદો થયો નથી. તેઓ સંબંધીઓ દ્વારા ઉલ્લેખિત સ્થળોએ ગયા હતા પરંતુ ફેબ્રુઆરીમાં ગુમ થયેલા નવનો પત્તો મળ્યો ન હતો.
મુખ્ય ન્યાયધીશે આશંકા પણ વ્યક્ત કરી હતી કે ગેરકાયદેસર રીતે મુસાફરી કરતા લોકોને મજૂર તરીકે રાખવામાં આવ્યા હોઈ શકે છે. કોર્ટે એમ પણ કહ્યું કે આ મુદ્દો ગેરકાયદેસર ઈમિગ્રેશનનો છે. જો કોઈ વ્યક્તિ ગેરકાયદેસર દસ્તાવેજો સાથે આ દેશ છોડે છે, તો તેને શોધી કાઢવું મુશ્કેલ છે.