આપણું ગુજરાતનેશનલસ્પેશિયલ ફિચર્સ

હવે ચામાં કટિંગ નહીં ચાલેઃ સુરત રેલવે સ્ટેશનથી શરૂ કરવામાં આવી છે આ પહેલ

અમદાવાદઃ તમે કટિંગ ચા લો કે ફૂલ ચા લો, સામાન્ય રીતે ક્વોન્ટિટીમાં કોઈ ખાસ ફરક હોતો નથી. આનું સોલ્યુશન રેલવેએ શોધી કાઢ્યું છે અને તેની શરૂઆત ગુજરાતના સુરત રેલવે સ્ટેશનથી જતી ટ્રેનોથી થવાની છે.

પેન્ટ્રી કાર કોચમાંથી આપવામાં આવતી ચાના કપ ઉપર જ હવે ચા કેટલી છે, તેની માહિતી આપવામાં આવશે. ટ્રેનમા મુસાફરી કરતા મુસાફરોને આપવામાં આવતી ચાની માત્રા કેટલી છે તેની ખબર મુસાફરોને હોતી નથી. જેથી હવે IRCTC દ્વારા સુરતથી ચાલતી ટ્રેનોમાં પેન્ટ્રી કાર કોચમાંથી પીરસવામા આવતી ચા નાની માત્રાની માહિતી હવે ચા ના ગ્લાસ પર જ આપવામા આવશે.

પેન્ટ્રી કાર કોચમાંથી આપવામાં આવતી ચા 150 મિલીની હોવી જોઈએ. આ ઉપરાંત ચાનો ગ્લાસ 170 મિલી ચા ભરી શકાય તેટલી ક્ષમતાનો હોવો જોઈએ. 20 મીલીની જગ્યા બાકી રહેવી જોઈએ જેથી ગ્લાસને બરાબર પકડી શકાય. આ પ્રયોગ સૌપ્રથમ સુરત સ્ટેશનથી શરૂ કરવામાં આવી રહ્યો છે. દરમિયાન આ સૂચના બાદ સુરતમાંથી પસાર થતી તાપ્તી ગંગા સહિત અનેક મેલ એક્સ્પ્રેસ ટ્રેનોની કેટરીંગ સર્વિસની તપાસ કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત ચાના ગ્લાસ પર લખેલુ હશે કે બિલ નહી મળે તો પેમેન્ટ કરવુ નહીં અને આ પ્રકારની ઘટનામાં 139 પર ફરીયાદ કરવાની રહેશે, તેમ એક અહેવાલ દ્વારા જાણવા મળ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ