ગુજરાતમાં NCB એ 870 કરોડની કિંમતના 4543 કિલો ડ્રગ્સનો નાશ કર્યો…

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે. રાજ્યના દરિયાકાંઠેથી પોલીસ સમયાંતરે ડ્રગ્સનો જથ્થો ઝડપી રહી છે. આ દરમિયાન નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)ની અમદાવાદ ઝોનલ ઓફિસે 4543 કિલોગ્રામ પ્રતિબંધિત ડ્રગ્સનો નાશ કર્યો હતો. આ ડ્રગ્સની માર્કેટ વેલ્યુ 870 કરોડ જેટલી છે. એનસીબી દ્વારા અલગ અલગ રીતે આ ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો હતો.
Also read : અમદાવાદના ઓઢવમાં રબારી વસાહત પર ફર્યું બુલડોઝર; 500થી વધુ માલધારીઓ બન્યા બેઘર
ગુજરાતમાં એનસીબીએ એક વર્ષમાં 870 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપ્યું હતું. જેમાં 70થી વધુ લોકોની ધરપકડ પણ કરી હતી. હજુ ઘણા કેસમાં તપાસ ચાલી રહી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ સ્પેશિયલ ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીને સાથે રાખીને દહેજ જીઆઈડીસીમાં 4543.399 કિલોગ્રામ પ્રતિબંધિત ડ્રગ્સનો નિકાલ કર્યો હતો. એનસીબીએ છેલ્લા એક વર્ષમાં આ ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ ડ્રગ્સના મોટાભાગના જથ્થાનો સળગાવીને નિકાલ કરવામાં આવ્યો હતો. 870 કરોડથી વધારેની કિંમતનું આ ડ્રગ્સ રાજ્યના વિવિધ સ્થળેથી ઝડપાયું હતું.
Also read :વીજ બચત સાથે સરકારની તિજોરીમાં આવકઃ ગુજરાતમાં 7,700થી વધુ ખેડૂતે કર્યો સોલાર પંપનો ઉપયોગ
એનસીબીના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, નાશ કરાયેલા ડ્રગ્સમાં અમદાવાદમાં અડાલજ ટોલનાકા પાસેથી પકડાયેલા ચરસનો પણ સમાવેશ થાય છે. એનસીબીએ રેડ પાડીને અડાલજ ટોલનાકા પાસેથી રાજસ્થાનથી આવતી કારમાંથી 25 લાખનું ચરસ જપ્ત કર્યું હતું. આ ઉપરાંત પોરબંદરના દરિયાકિનારા પાસેથી 750 કિલો હેરોઇન, વેરાવળ અને વાપીની ફેક્ટરીમાંથી ટ્રામાંડોલ કેપ્સ્યુઅલ ઉપરાંત નશાકારક અલ્પરા જોલમ ટેબલેટ જપ્ત કરી હતી. તેનો નાશ કરવામાં આવ્યો હતો.