આપણું ગુજરાત

રાજકોટમાં નવરાત્રીમાં પ્રવેશ માટે આ વર્ષે પણ ‘આધારકાર્ડ’ ફરજિયાત

અમદાવાદઃ ગુજરાતમાં આગામી 3જી ઓકટોબરથી સૌથી મોટો નવરાત્રી મહોત્સવનો પ્રારભં થવાનો છે. નવરાત્રી દરમિયાન કોઇ અઘટિત ઘટના ન બને એ માટે આયોજકો દ્વારા અત્યારથી તમામ પ્રકારના આયોજન કરવામાં આવે છે. ત્યારે રાજકોટમાં મોટા મોટા સમૂહો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કેટલાક ગરબા આયજકો દ્વારા નવરાત્રીમાં પ્રવેશ માટે આધારકાર્ડ ફરજિયાત કરવાનો નિર્ણય કર્યો છે.

સુરક્ષા માટે બે વર્ષથી આધાર કાર્ડ ફરજીયાત:
ગરબા ગ્રુપના એક સંચાલક પાસેથી મળતી માહિતી મુજબ રાદકોટમાં નવરાત્રી દરમિયાન સંચાલકો દરેક સમાજને સાથે રાખીને આટલા વર્ષોથી નવરાત્રીનું આયોજન કરે છે. નવરાત્રી દરમિયાન કોઇ અધિટત બનાવ હજી સુધી બન્યો નથી. ન બને એની પૂરતી તકેદારી પણ રાખવામાં આવે છે. છેલ્લા બે વર્ષથી આધાર કાર્ડ કે એવું કોઇપણ પ્રૂફ કે જેની ઓળખાણ થઇ શકે એવું દરેક આયોજકો દ્વારા લેવામાં આવે છે. પાસ ત્યાં સુધી ખુલતા નથી જ્યાં સુધી ખૈલેયાઓ પોતાનું આઇડી કાર્ડ જમા ન કરાવે.

આ પણ વાંચો : Gujarat માં અમદાવાદ સહિતના મહાનગરોમાં ગણેશ વિસર્જન કુંડ તૈયાર

ઓરિજનલ આધારકાર્ડ ફરજીયાત:
વધુમાં જણાવ્યુ કે સુરક્ષાની દૃષ્ટિએ કહીંએ કે અફરા-તફરીના માહોલની દૃષ્ટિએ એક આધાર પુરાવો જરૂરી છે કારણ કે આટલી બધી લોકોની ઉપસ્થિતિમાં અમારી પાસે ખેલૈયાઓનું લિસ્ટ હોય છે અને તે ક્યાં રહે છે તેનો આધાર પુરાવો અમારી પાસે આવી જાય છે અને કંઇપણ થાય ત્યારે એ કામમાં લાગે છે. આટલા વર્ષોથી ગ્રાઉન્ડમાં નવરાત્રી માટે આવતી દીકરીઓની અમે અમારી દીકરીઓ છે એ રીતે સાર સંભાળ રાખવામાં આવે છે. જ્યારે પાસનું વિતરણ કરવામાં આવે છે ત્યારે તેમનું ઓરિજિનલ આધારકાર્ડ દર્શાવવું પડે છે અને ત્યારબાદ જ પાસ ઇસ્યૂ કરવામાં આવે છે.

Back to top button
અભિનેત્રી રેખાની યાદગાર એડવર્ટાઈઝમેન્ટ મૂળા સાથે આ વસ્તુનું સેવન કરશો તો… નો ફ્લાય ઝોન: વિશ્વના એવા સ્થળો કે જેના પર વિમાનો ઉડી શકતા નથી રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker