કચ્છના કુનરીયા ગામને મહિલા સરપંચે બનાવ્યું સ્વચ્છ મોડેલ ગામ, અન્ય ગામોએ પણ લેવી જોઈએ પ્રેરણા | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

કચ્છના કુનરીયા ગામને મહિલા સરપંચે બનાવ્યું સ્વચ્છ મોડેલ ગામ, અન્ય ગામોએ પણ લેવી જોઈએ પ્રેરણા

કચ્છઃ કચ્છના ભુજ તાલુકાનું કુનરીયા ગામ એક પ્રેરક ઉદાહરણ બનીને ઊભર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરતાં, આ ગામે સ્વચ્છતાના સંકલ્પને સિદ્ધ કરીને રાષ્ટ્ર માટે એક આદર્શ મોડેલ પૂરું પાડ્યું છે. કુનરીયાએ સ્વચ્છતાથી સ્વાસ્થ્ય અને શિક્ષણ સુધી દરેક ક્ષેત્રે પ્રગતિ કરી છે.

આ સહયોગ, સંસ્કાર અને સશક્તિકરણની ગાથા છે. આ ગામના મહિલા સરપંચે ગામનો વિકાસને વાયુ વેગ આપ્યો છે. શહેરની જેવી સુવિધાઓ આ ગામમાં જોવા મળે છે. જે પણ સરપંચ પોતાના ગામનો વિકાસ કરવા માંગે છે તેમને આ ગામની મુલાકાત ચોક્કસથી લેવી જોઈએ.

આપણ વાંચો: શંસા તથા પ્રોત્સાહન વ્યક્તિને આગળ વધારનારું પ્રેરક બળ છે

કુનરીયા ગામ સ્વચ્છતાનું મોડેલ ગામ જાહેર થયું

કચ્છના ભુજ તાલુકાનું કુનરીયા ગામ આજે રાષ્ટ્રીય ગ્રામીણ મિશન દ્વારા સ્વચ્છતાનું મોડેલ ગામ જાહેર થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સ્વચ્છ ભારત મિશન’ના ધ્યેયને આ નાનકડા ગામે સામૂહિક જાગૃતિ અને પરિશ્રમથી સાકાર કર્યું છે.

કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓના લાભ સાથે, ગ્રામજનોએ આ અભિયાનને પોતાની જવાબદારી સમજીને ગામને વિકાસના પંથે દોર્યું છે. માત્ર સ્વચ્છતા જ નહીં, પણ આરોગ્ય, શિક્ષણ, કૃષિ અને પાયાની સુવિધાઓના વિકાસમાં પણ કુનરીયા ગામ કચ્છભરમાં અગ્રેસર રહ્યું છે.

આપણ વાંચો: સુરત મહાનગરપાલિકાના સર્ટિફાઇડ મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું મુંબઇ નેશનલ સ્ટોક એક્ષ્ચેજ ખાતે લિસ્ટિંગ

કુનરીયા આજે 100% ઘરોમાં શૌચાલય ધરાવતું ગામ બન્યું

કુનરીયા ગામની આ સિદ્ધિ રાજ્ય સરકારના સાથ અને સમસ્ત ગ્રામજનોના સહયોગનું ફળ છે. સ્વચ્છતાની વાત કરીએ તો, કુનરીયા આજે 100% ઘરોમાં શૌચાલય ધરાવતું ગામ બન્યું છે.

આ ઉપરાંત, જાહેર શૌચાલય, બાયોગેસ પ્લાન્ટ, સેગ્રીગેશન શેડ અને 50 જેટલા ઘરોમાં ગોબરગેસ પ્લાન્ટ પણ સ્થાપિત કરાયા છે. સ્વચ્છ ભારત મિશન હેઠળ 500 જેટલા ઘરોમાં ભીના અને સૂકા કચરા માટેની કચરાપેટીનું વિતરણ થયું છે, જ્યારે ઇલેક્ટ્રીક રીક્ષા દ્વારા ઘરે-ઘરેથી કચરો એકઠો કરવાનું કાર્ય સરળ અને નિયમિત બન્યું છે.

આપણ વાંચો: વરસતા વરસાદ વચ્ચે ભેડ માતાજીના મંદિરે કેમ આવ્યા છે ઊંટોના ધાડા

ગામને પ્લાસ્ટિકમુક્ત બનાવવા કાપડની થેલીઓનું વિતરણ

સ્વાસ્થ્ય જાળવવા માટે મહિલાઓ અને કિશોરીઓને સેનેટરી પેડનું વિતરણ કરાય છે. સાથે જ, શાળાઓ અને જાહેર સ્થળોએ નિયમિત આરોગ્ય શિબિરો અને જાગૃતિ કાર્યક્રમો યોજાય છે.

ગામને પ્લાસ્ટિકમુક્ત બનાવવા કાપડની થેલીઓનું વિતરણ કરાયું છે. પ્રેરણાની વાત એ છે કે, ગ્રામ પંચાયત દ્વારા દર મહિને સૌથી સ્વચ્છ ઘર, ફળિયું કે શેરીને ઇનામ આપી સન્માનિત કરવામાં આવે છે, જેનાથી ‘ઘર સ્વચ્છ તો ગામ સ્વચ્છ’ની ભાવના જીવંત બની છે.

કુનરીયા ગામ આજે કચ્છમાં ‘વિકાસ’નું જીવંત ઉદાહરણ બન્યું

આમ, રાજ્ય સરકારની વિકાસલક્ષી યોજનાઓ અને ગ્રામજનોના સમર્પણ તથા ભાગીદારીને કારણે કુનરીયા ગામ આજે કચ્છમાં ‘વિકાસ’નું જીવંત ઉદાહરણ બનીને ઊભર્યું છે. આ ગામની સફળતા દર્શાવે છે કે, જ્યારે પ્રજા અને સરકાર એકસાથે મળીને એક ધ્યેય તરફ કામ કરે છે, ત્યારે કેવા અદ્ભુત પરિણામો મળી શકે છે.

કુનરીયાની આ ગાથા માત્ર સ્વચ્છતાની નથી, પણ આત્મનિર્ભરતા, સહકાર અને પરિવર્તનની છે, જે આવનારી પેઢીઓ માટે પણ એક અનમોલ દીવાદાંડી બની રહેશે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button