ઈટાલિયા-અમૃતિયા વિવાદમાં ખોડલધામ નરેશની એન્ટ્રી, જાણો શું કહ્યું

મોરબી/વિસાવદર/રાજકોટઃ મોરબીમાં બે દિવસ પહેલા જ અતિશય ભંગાર રસ્તા અને સામાન્ય વરસાદે પાણી ભરાવાથી ત્રાહિમામ પોકારી ગયેલા લોકોએ રસ્તા પર ઉતરીને રસ્તા રોકો આંદોલન કરીને તંત્રને નતમસ્તક કર્યું હતું.
મોરબીના ભાજપના ધારાસભ્યએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને ખુલ્લો પડકાર ફેંકતાં કહ્યું કે જો ઇટાલિયામાં હિંમત હોય તો મોરબી આવીને ચૂંટણી લડે! જો હું હારી જઇશ તો 2 કરોડ રૂપિયા આપીશ.
બીજી તરફ ગોપાલ ઇટાલિયાએ પણ ચેલેન્જ સ્વીકારતાં કહ્યું છે કે, હું તમારી ચેલેન્જ સહર્ષ સ્વીકારું છું, પણ મારી એક શરત છે! 12 તારીખે બપોર પહેલાં તમે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દો! ધારાસભ્યોના ચેલેન્જના રાજકારણથી ફરીથી રાજકીય માહોલ ગરમાયો હતો.
આપણ વાંચો: ગોપાલ ઇટાલિયા-કાંતિભાઈ અમૃતિયા અમને-સામને, મોરબીમાં જામશે ચૂંટણી જંગ? જાણો છે મામલો…
શું કહ્યું નરેશ પટેલે
આ દરમિયાન આ વિવાદમાં ખોડલધામ નરેશની એન્ટ્રી થઈ હતી. ગોપાલ ઈટાલિયા અને કાંતિ અમૃતિયા વિવાદ પર નરેશ પટેલે આડકતરી ટકોર કરી હતી. તેમણે કહ્યું કે, પ્રજાએ 5 વર્ષ માટે ધારાસભ્ય બનાવ્યા તો પુરા કરવા જોઈએ. મારા પાસે પ્રશ્નના સમાધાન માટે આવશે તો નિરાકરણ કરીશ. સોશિયલ મીડિયામાં વિવાદ ન કરી સમાજના કાર્યો કરવા દેવા જોઈએ.
નરેશ પટેલે કહ્યુ કે, સોશિયલ મીડિયાનો યુગ છે, ઘણા લોકો સમાજ માટે કામ કરતા લોકોના કામમાં રોડા નાખવાનું કામ કરતા હોય છે. સમાજ માટે જે કામ કરે છે તેને ફક્ત કામ કરવા દો.