આપણું ગુજરાત

ધારાસભ્યની દબંગાઇ, ‘યે એરિયા નવસારી કા ઇઝરાયલ હૈ, જબ તક શાંત હૈ તબ તક..’

નવસારીના જલાલપોરમાં 27 વર્ષથી ધારાસભ્ય રહેલા આર.સી.પટેલનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ સામેવાળી વ્યક્તિને ધમકાવી રહ્યા છે અને કહી રહ્યા છે, “તું ક્યા કરતા હૈ મેરે કો નહિ માલૂમ? ઇધર ક્યાં સમજતા હૈ? યે એરિયા નવસારી કા ઇઝરાયલ હૈ સમજ લો.” આમ ધાકધમકીભર્યા અંદાજમાં આર સી પટેલ વ્યક્તિને ચેતવણી આપી રહ્યા છે.

ઘટના એ બની છે કે નવસારીના જલાલપોર તાલુકાના મટવાડ ગામમાં સક્ષમ ઇન્સ્ટિટ્યૂટ નામની એક સંસ્થા આવેલી છે, આ સંસ્થાના સંચાલકો અને ગ્રામજનો વચ્ચે કોઇ કારણોસર બબાલ થઈ હતી. ઇન્સ્ટિટયૂટના સંચાલક દ્વારા બાંધકામ સમય કોઈપણ પ્રકારની પરવાનગી ન લીધા હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા.

જેને પગલે ધારાસભ્ય ત્યાં મધ્યસ્થી કરાવવા ગયા હતા. એ વખતે સંચાલકો અને ધારાસભ્ય વચ્ચે બોલાચાલી થતા ધારાસભ્ય આર.સી. પટેલે તેમને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી. અને કહ્યું હતું કે “યે સમજ લો નવસારી કા ઇઝરાયેલ હે. સમજા. જબ તક શાંત બેઠા હે તબ તક ઠીક હૈ. ઉખડ ગયાના પુરા ઉખાડ દેગા તુમ લોગો કો યે.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button