આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં 16 જુલાઈ સુધી વરસાદ યથાવત રહેશે, 8 જિલ્લામાં આજે યલો એલર્ટ જાહેર…

અમદાવાદઃ ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે 12 જુલાઈથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને 16 જુલાઈ સુધી વરસાદ યથાવત રહેવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે હવામાન વિભાગ દ્વારા આજે 8 જિલ્લ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આજે આ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયવ
આજે રાજ્યના 8 જિલ્લામાં જેમ કે, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે, કારણ કે અહીં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

ગુજરાતના 86 તાલુકાઓમાં વરસાદ નોંધાયો વરસાદ નોંધાયો
શનિવારે રાજ્યના 86 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ ઉનામાં 53 મિમિ (2.09 ઇંચ) નોંધાયો હતો. અમરેલીના ભમોદ્રા ગામ પાસે ધોધમાર વરસાદ પડતા નદીમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને મિની ટ્રેક્ટર પણ તણાઈ ગયુ હતું. જેને સુરક્ષા ટીમે રેસ્ક્યૂ કર્યું હતું. રાજકોટ સહિત અનેક વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે.

આગામી દિવસોની વાત કરવામાં આવે તો 13મી અને 14મી જુલાઈએ ગુજરાતમાં ભારેથી અતિભારે, જ્યારે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 15મી અને 16મી જુલાઈએ ગુજરાતમાં ફરીથી ભારે વરસાદ અને સૌરાષ્ટ્રમાં હળવેથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે તે પછીના 2 દિવસ એટલે કે 17મી અને 16મી જુલાઈએ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં આવેલા વરસાદના આંકડા
રાજ્યના પાંચ ઝોનમાં સીઝનના શરૂઆતના વરસાદે ચમકારો આપ્યો છે. કચ્છમાં જરૂરી 50.1 મિમીની સામે 142.3 મિમી વરસાદ પડ્યો છે, જે 184% વધુ છે. ઉત્તર ગુજરાતમાં 80.2 મિમીની સામે 178 મિમી (122% વધુ), જ્યારે મધ્ય-પૂર્વ ગુજરાતમાં 113 મિમીની સામે 278.9 મિમી (147% વધુ) વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં 127.7 મિમીની સામે 245.1 મિમી વરસાદ થયો છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 253.4 મિમીની સામે 532.5 મિમી એટલે કે લગભગ ડબલ (21.3 ઇંચ) વરસાદ નોંધાયો છે. આ સિઝનમાં ગુજરાતમાં સારો એવો વરસાદ નોંધાયો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button