આ જિલ્લામાં ગાજવીજ સાથે ખાબકી શકે છે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી...
Top Newsઆપણું ગુજરાત

આ જિલ્લામાં ગાજવીજ સાથે ખાબકી શકે છે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી…

અમદાવાદ: ગુજરાતમાં હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવે છે.

એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોનસૂન ટ્રફની અસરથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ આગાહી યલો એલર્ટ સાથે જાહેર કરવામાં આવી છે, જે રાજ્યના ગુજરાત રિજન અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોને આવરી લે છે.

હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે, જ્યાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે.

ખાસ કરીને સાબરકાંઠા, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ તથા દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત, છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

હવામાન નિષ્ણાતો પ્રમાણે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ભરૂચ અને દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં પણ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં વરસાદની સંભાવના છે.

આ વરસાદી સિસ્ટમ રાજ્યમાં આગામી અઠવાડિયા એક્ટિવ રહેશે જેથી ગુજરાતમાં એક સપ્તાહ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે લોકોને સાવચેતી રાખવા અને ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિને ધ્યાનમાં રાખવા અપીલ કરી છે.

ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ, ટ્રાફિક સમસ્યાઓ અને ખેતીને નુકસાન થવાની આશંકા છે. આવી સ્થિતિમાં સ્થાનિક વહીવટને પણ તૈયારીઓ કરવા માટે સૂચના આપવામાં આવી છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button