વડોદરા એક્સપ્રેસવે પર કારમાં ભીષણ આગ: દરવાજા લોક છતાં દિવ્યાંગ ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ | મુંબઈ સમાચાર

વડોદરા એક્સપ્રેસવે પર કારમાં ભીષણ આગ: દરવાજા લોક છતાં દિવ્યાંગ ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ

ખેડા: કારમાં આગ લાગવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે. તાજેતરમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર પણ કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જોકે આગ લાગ્યા બાદ કાર લોક થઈ ગઈ હતી. પરંતુ ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો.

બુધવારની બપોરે એક દિવ્યાંગ વ્યક્તિ પોતાની કાર ચલાવીને એક્સપ્રેસ હાઈવે પરથી અમદાવાદથી વડોદરા જઈ રહી હતી. ત્યારે નડીયાદથી આણંદની વચ્ચે કારમાં અચાનક ધુમાડો નિકળવા લાગ્યો હતો. જેના કારણે કાર લોક થઈ ગઈ હતી.

ધુમાડાના કારણે કાર તો લોક થઈ ગઈ હતી. પરંતુ દિવ્યાંગ વ્યક્તિના સદનસીબે એક દરવાજાનું લોક ખુલી ગયું હતું. જેથી સમયસૂચકતા વાપરીને તે કારમાંથી બહાર આવી ગયો હતો. ત્યાર બાદ કારમાં આગ વિસ્તરી હતી. કારમાં આગ લાગવાની જાણ થતા નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે કાર સંપૂર્ણ રીતે બળીને રાખ થઈ ગઈ હતી.

આ પણ વાંચો -‏‏‎ ભારે વરસાદથી સૌરાષ્ટ્રમાં 11 હાઈવે સહિત 189 માર્ગો બંધ

ઉલ્લેખનીય છે કે અવારનવાર એવું જોવા મળે છે કે કારમાં આગે લાગે છે ત્યારે તે લોક થઈ જાય છે. આવા સંજોગોમાં ઘણીવાર કારમાં સવાર લોકોને જીવ ગુમાવવાની નોબત પણ આવે છે. તેથી કારમાં કોઈ એવી વસ્તુ અવશ્ય રાખવી જોઈએ, જેનાથી કારનો કાચ તોડીને બહાર આવી શકાય અને પોતાનો જીવ બચાવી શકાય.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button