લાભ પાંચમ બાદ ગુજરાત ભાજપ સંગઠનમાં મોટા ફેરફાર થશે! આ નેતાઓને મળશે મોટી જવાબદારી...
Top Newsઆપણું ગુજરાત

લાભ પાંચમ બાદ ગુજરાત ભાજપ સંગઠનમાં મોટા ફેરફાર થશે! આ નેતાઓને મળશે મોટી જવાબદારી…

ગાંધીનગર: ગુજરાત ભાજપમાં હાલ મોટા પરિવર્તનો થઇ રહ્યા છે, જગદીશ વિશ્વકર્મા રાજ્ય ભાજપના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. તાજેતરમાં ગુજરાત સરકારનું પ્રધાન મંડળ બદલવામાં આવ્યું. હવે લાભ પાંચમ બાદ ગુજરાત ભાજપના સંગઠનમાં મોટા ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા છે.

અહેવાલ મુજબ ગુજરાત ભાજપ સંગઠનમાં અનુભવી નેતાઓની સાથે યુવા નેતાઓને મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે. જો કે ભાજપે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

આ નેતાઓને મળશે મહત્વના પદ:

સુત્રોના જણાવ્યા મુજબ વલસાડના સાંસદ ધવલ પટેલ અને ભૂતપૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટને જનરલ સેક્રેટરી પદ આપવામાં આવી શકે છે, જ્યારે પ્રદીપસિંહ વાઘેલા અને હિતેન્દ્ર પટેલને મહત્વની ભૂમિકાઓ સોંપવામાં આવી શકે છે. યુવા નેતા ધવલ દવે અને ઋત્વિક પટેલને પણ સંગઠનમાં મહત્વનું પદ મળી શકે છે.

તાજેતરમાં પ્રધાનમંડળમાં થયેલા ફેરફાર બાદ 20 જિલ્લાઓમાં પ્રભારી પ્રધાનોની પણ નિમણુંક કરવામાં આવશે. દરેક વરિષ્ઠ પ્રધાન એક-એક જિલ્લો સંભાળી શકે છે.

ડાંગ જિલ્લામાં મોટા ફેરફાર:

Mangalbhai Gavit President, District Panchayat Dang

ડાંગ જિલ્લાના દિગ્ગજ આદિવાસી નેતા અને ભૂતપૂર્વ વિધાનસભ્ય મંગળભાઈ ગાવિત તાજેતરમાં ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસ જોડાયા હતાં, તેમની સાથે ભાજપ મુખ્ય કાર્યકર્તાઓ પણ કોંગ્રેસમાં જોડાયા હતાં. તેમણે પાર્ટી છોડતા ડાંગ જિલ્લા ભાજપમાં મોટું ગાબડું પડ્યું છે, હવે જીલ્લા ભાજપમાં નેતૃત્વમાં પરિવર્તન જોવા મળશે.

બનાસકાંઠાના ઉલટફેરના સંકેત!

તાજેતરમાં બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે ભાભરમાં ભાજપના સન્માન સમારોહમાં હાજરી આપી હતી. એક વીડિયોમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં ગુજરાતના એક માત્ર કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર ભાજપના પ્રધાન સ્વરૂપજી ઠાકોરને કાનમાં કથિત રીતે “થેંક યુ” કહી રહ્યા છે. આ દરમિયાન વાવ વિધાનસભા બેઠકમાં સમીકરણો બદલવાની અટકળો એ જોર પકડ્યું છે.

આ પણ વાંચો…જગદીશ પંચાલ ગુજરાત ભાજપના 14મા પ્રદેશ પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો, પાટીલને લઈ કહી આ વાત

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button