વડોદરા

વિશ્વામિત્રીના મગરોને અન્યત્ર ખસેડવામાં આવશે, ગીરમાં મગરોથી ભરેલા ડેમમાં સિંહણે સ્વીમિંગ કર્યું…

અમદાવાદઃ ચોમાસામાં ભારે વરસાદના કારણે વિશ્વામિત્રી નદીમાં પૂર આવે ત્યારે મગરો રહેણાંક વિસ્તારોમાં પહોંચી જતા હોય છે. આ અંગેના વીડિયો પણ વાઇરલ થતાં હોય છે. આ સમસ્યાના ઉકેલ માટે વિશ્વામિત્રી નદીના મગરોને અન્યત્ર ખસેડવાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે ગીરમાં મગરોથી ભરેલા રાવલ ડેમમાં સિંહણે સ્વીમિંગ કર્યું હતું. સામાન્ય રીતે સિંહણ પાણીથી દૂર રહેવાનું પસંદ કરે છે પરંતુ આ હરકતને જોઇ લોકો પણ આશ્ચર્ચમાં પડી ગયા હતા.

આ પણ વાંચો : Vadodara ની વિશ્વામિત્રી નદીમાં બે મહિનામાં 6 મગરના રહસ્યમય મોત

વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીને 10 ફૂટ ઊંડી કરવામાં આવશે. આ માટે 1200 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવી છે. વિશ્વામિત્રી નદી ઉપરાંત ઢાઢર, નર્મદા નદી અને તળાવોમાં મળીને કુલ 1000થી વધુ મગર છે. મગરને અન્યત્ર ખસેડવા માટે પ્રપોઝલ તૈયાર કરીને કેન્દ્ર સરકારને મોકલવામાં આવી છે. જેને મંજૂરી મળ્યા બાદ ક્રમશઃ મગરનું સ્થળાંતર કરવામાં આવશે.

આ પણ વાંચો : હદ થઈ ગઈઃ વડોદરામાં 9માં ધોરણમાં ભણતી વિદ્યાર્થિની બેગમાં દારૂની બોટલ!

તાજેતરમાં સ્પેશિયલ સ્ટેન્ડિગ કમિટીની બેઠક મળી હતી. જેમાં 24 કિમી લાંબી નદીમાં 375 મશીનો ઉતારી 10 ફૂટથી વધારે ખોદકામ કરવામાં આવશે તેવું નક્કી થયું હતું. તેમજ 100 દિવસમાં કામગીરી પૂર્ણ કરવા માટે કોર્પોરેશને કોન્ટ્રાક્ટરને રૂ. 71 કરોડ ચૂકવવા પડશે. મગરની વસ્તી ગણતરી ગીર ફાઉન્ડેશન કરશે. એકાદ મહિનામાં ગણતરી કરી અને રિપોર્ટ કરવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button