વાઘોડિયા દુર્ઘટના: 11 કેવી લાઇન અડતાં 3 વીજકર્મીને લાગ્યો કરંટ, એકનું મોત

વડોદરાઃ વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ રિપેર કરવાની કામગીરી દરમિયાન આજે એક ગંભીર દુર્ઘટના બની હતી. સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વિસ્તારમાં ત્રણ વીજકર્મી ઊંચી સીડી દ્વારા લાઈટની મેન્ટેનન્સ કરી રહ્યાં હતાં, ત્યારે સીડી અચાનક 11 કેવીની હાઈ-ટેન્શન લાઇનને અડી જતા તેમને કરંટ લાગ્યો હતો.
આ ઘટનામાં 65 વર્ષીય સુખદેવભાઈ મુલાનીનું દુઃખદ મોત થયું હતું, જ્યારે બે અન્ય કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતાં. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતાં.
આપણ વાચો: વેનેઝુએલામાં મોટી વિમાન દુર્ઘટના: ટેકઓફ થતાં જ પ્લેન ક્રેશ, 2ના મોત, 2 ગંભીર…
વીજ કરંટ લાગતા 80 ટકા જેટલા દાઝ્યાં હતાં
આ સાથે વીજશોક લાગતા અન્ય બે ઇજાગ્રસ્ત કર્મચારીઓમાં કનુભાઈ સંપતભાઈ ઠાકરડા અને નીનેશભાઈને ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. દુર્ઘટનામાં સુખદેવભાઈ 80 ટકા જેટલા દાઝી ગયા હતાં.
જેથી તેઓને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં પરંતુ તબીબો દ્વારા સુખદેવભાઈને મૃત જાહેર કરવામાં આવ્યા હતાં. જ્યારે અન્ય બે કર્મચારીઓ ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આપણ વાચો: રાયપુરમાં મોટી દુર્ઘટના: સ્ટીલ પ્લાન્ટની છત તૂટી પડતાં 6 કામદારોના મોત, 6 ગંભીર રીતે ઘાયલ
આ મામલે વાઘોડિયા પોલીસને વધુ તપાસ શરૂ કરી
ઘટનાની જાણ થતા એમજીવીસીએલની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને વીજ પુરવઠો બંધ કર્યો હતો. આ ઘટનાની જાણ વાઘોડિયા પોલીસને કરતા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને સુખદેવભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. વીજ કરંટની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સુખદેવભાઈ મુલાની મૂળ બોટાદના વતની છે અને વડોદરામાં રહેતા હતા. તેમના અચાનક મૃત્યુથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.



