વડોદરામાં બની કરૂણ ઘટના! લિફ્ટ અને એંગલ વચ્ચે માથું ફસાતા યુવકનું મોત

વડોદરાઃ લિફ્ટમાં બેસતા પહેલા ઘણું ધ્યાન રાખવું પડતું હોય છે. કારણે કે, અનેક વખત લિફ્ટના કારણે લોકોનો જીવ જોખમમાં મુકાય છે. અત્યારે વડોદરામાં પણ કરૂણ ઘટના બની છે. વડોદરામાં વીઆઈપી રોડ પર આવેલી વૃંદાવન પાર્ક સોસાયટીમાં આ ઘટની બની છે. જેમાં સોસાયટીમાં ટાઈલ્સનું કામ કરતા એક કારીગરનું મોત થયું છે. આ કારીગર લિફ્ટનાં ટેસ્ટિંગ સમયે ટાઇલસનું કામ કરી રહ્યો હતો. આ દરમિયાન તેનું માથું લિફ્ટ અને એંગલ વચ્ચે ફસાઈ જતા લોહીલુહાણ થઈ ગયો હતો. ફાયર વિભાગે રેસ્ક્યુ શરૂ કર્યું પરંતુ તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું.
લિફ્ટનું ટેસ્ટિંગ કરવા જતા ગયો સંજયનો જીવ
ઘટનાની વાત કરવામાં આવે તો, લિફ્ટ અને એંગલ વચ્ચે માથું આવી જતા 37 વર્ષીય સંજય રણછોડભાઈ પ્રજાપતિનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. સંજય પ્રજાપતિ વૃંદાવન પાર્ક સોસાયટીમાં ટાઈલ્સ લગાવવાનું કામ કરી રહ્યો હતો. આ દરમિયાન તે લિફ્ટનું ટેસ્ટિંગ કરવા માટે ઉપર જઈ રહ્યો હતો. જેથી લિફ્ટ અને એંગલમાં તેનું માથું ફસાઈ ગયું હતું. સંજયે આ દરમિયાન ચીસો પાડી એટલે આસપાસના લોકો દોડી આવ્યાં હતાં. લોકો સત્વરે ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગે આવીને બચાવ કામગીરી શરૂ કરી ત્યાં સુધીમાં તો સંજયનું મોત થઈ ગયું હતું. જેથી તેની મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
આ મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો
આ સમગ્ર મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો અને વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી. ઘટના મામલે પોલીસ અધિકારીઓએ કહ્યું કે, લિફ્ટની ટેકનિકલ ખામી કે અન્ય કોઈ કારણ આ ઘટના પાછળ જવાબદાર છે? પોલીસ અત્યારે દરેક દિશામાં તપાસ શરૂ કરી દીધી છે. તપાસ બાદ જાણવા મળશે કે, શું ખામી સર્જાઈ હતી? જોકે, સંજયનું અકાળે મોત થયું હોવાથી પરિવાર સહિત પંથકમાં ભારે શોકનો માહોલ છવાયો છે.
આ પણ વાંચો…સગીરને બિલ્ડિંગની લિફ્ટ અને લૉબીમાં ફટકારનારા રહેવાસી વિરુદ્ધ ગુનો