વડોદરા

Vadodara હાઇ- પ્રોફાઇલ અકસ્માત કેસમાં પોલીસની ધીમી કામગીરી પર ઉઠયા સવાલ, શું આરોપી રક્ષિત ચૌરસિયા છૂટી જશે ?

વડોદરા : ગુજરાતના વડોદરામાં(Vadodara)13 માર્ચની રાત્રે સર્જાયેલા હાઇ- પ્રોફાઇલ કાર અકસ્માત કેસની તપાસ હજુ પણ ચાલી રહી છે. જોકે, આ કેસમાં પોલીસ તપાસની ધીમી ગતિએ અનેક સવાલો ઉભા કર્યા છે. તેમજ કેસની તપાસ દરમ્યાન મહત્વના સવાલો અંગે પોલીસની નિષ્ક્રિયતા અનેક તર્કવિતર્કોને જન્મ આપે છે.

જેમાં આરોપી રક્ષિત ચૌરસિયાએ ફોક્સવેગન કારથી ત્રણ વાહનોને ટક્કર મારી હતી. જેમાં છેલ્લા પાંચ દિવસની તપાસ કરી રહેલી પોલીસે રક્ષિતે જ્યારે આ ત્રણ કારને ટક્કર મારી ત્યારે તે નશામાં હતો કે નહિ નક્કી નથી કરી શકી.

આપણ વાંચો: પુણેમાં કાર અકસ્માત ટીનએજર પુત્રને બચાવવાના પ્રયાસમાં માતાની પણ ધરપકડ

ગાંધીનગરથી એફએસએલ રિપોર્ટ પણ આવ્યો નથી

તેમજ આ અંગે હજુ ગાંધીનગરથી એફએસએલ રિપોર્ટ પણ આવ્યો નથી. જેના લીધે પોલીસ આ કેસમાં આરોપી રક્ષિત ચૌરસિયાના વધુ રિમાન્ડ લઈ શકી નથી. આ કેસમાં પોલીસે અગાઉ ફક્ત એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસે કોર્ટમાં જણાવ્યું હતું કે તેમને શોધવાની જરૂર છે કે અધર રાઉન્ડ અને નિકિતા કોણ છે. તેથી કોર્ટે તેને વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા.

અકસ્માત સમયે કારની ગતિ કેટલી હતી

સામાન્ય કેસના એફએસએલનો અહેવાલ બે દિવસમાં આવતો હોય છે. પરંતુ પાંચ દિવસ પછી પણ એફએસએલનો અહેવાલ આવ્યો નથી. ત્યારે વડોદરા પોલીસે કોઇ ખુલાસો કર્યો નથી. જ્યારે પોલીસ તરફથી હજુ સુધી સ્પષ્ટ થયું નથી કે અકસ્માત સમયે કારની ગતિ કેટલી હતી. આ પ્રશ્ન મહત્વપૂર્ણ એટલે છે કે કારણ કે પોલીસ કસ્ટડીમાં ઇન્ટરવ્યુ આપતી વખતે રક્ષિત ચૌરસિયાએ દાવો કર્યો હતો કે તેની કારની સ્પીડ 50-60 કિલોમીટર પ્રતિ કલાક હતી.

આપણ વાંચો: ન્યૂયોર્કમાં કાર અકસ્માત બાદ માર મારવામાં આવતા ભારતીય મૂળના શીખનું મોત

જ્યારે આરોપીએ બીજા દિવસે નશામાં હોવાનો પણ ઇનકાર કર્યો. પોલીસ કસ્ટડીમાં આરોપીના ઇન્ટરવ્યુને કારણે સોશિયલ મીડિયા પર વડોદરા પોલીસની સાથે ગુજરાત પોલીસની પણ ટીકા થઈ હતી. આ કેસમાં વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કોમરે ત્રણ ASI ને ટ્રાફિક શાખામાં બદલી કરી દીધી છે.

રક્ષિત ચૌરસિયાના વારાણસી સરનામાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી

વડોદરા પોલીસે હિટ એન્ડ રનની ઘટનામાં ઘાયલ થયેલા આશિષ શાહની ફરિયાદ પર કેસ નોંધ્યો છે. જેમાં BNS ની કલમ 105 લગાવવામાં આવી છે. પરંતુ આ એફઆઈઆરમા રક્ષિત ચૌરસિયાના વારાણસી સરનામાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જ્યારે નિયમો મુજબ કાયમી સરનામાનો ઉલ્લેખ કરવો જરૂરી છે. પોલીસે એફઆઈઆરમાં 303 ગાયત્રી એપાર્ટમેન્ટ, નિઝામપુરાનું સરનામું પણ જણાવ્યું હોવાનું સામે આવ્યું છે.

આપણ વાંચો: Vadodara અકસ્માત કાંડનો આરોપી પહેલા પણ થઇ છે પોલીસ અટક, માફી માંગતા થયો હતો છૂટકારો

રક્ષિત ચૌરસિયા માત્ર 15 દિવસ પહેલા જ ત્યાં શિફ્ટ થયો હતો. ત્યારે પ્રશ્ન એ છે કે શું મકાન માલિકે પોલીસ વેરિફિકેશન કરાવ્યું હતું. રક્ષિત ચૌરસિયાએ ભાડા કરાર કરાવ્યો હતો. જો તે બનાવવામાં આવ્યો હોય શું તે ગુજરાત સરકારની સૂચના મુજબ સિટીઝન પોર્ટલ પર લોડ કરવામાં આવ્યું છે. આવા ઘણા પ્રશ્નો છે જેના જવાબો હજુ સુધી વડોદરા શહેર પોલીસ તરફથી મળ્યા નથી.

રક્ષિત ચૌરસિયાનું મીડિયા ટ્રાયલ કેમ કરાવવામાં આવ્યું

ગુજરાત પોલીસ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરે છે. જેમાં હાલમાં જ પોલીસે વસ્ત્રાલ હિંસાના આરોપીઓની જાહેરમાં ધુલાઈ કરી હતી. પરંતુ રક્ષિત ચૌરસિયાના કિસ્સામાં પોલીસ તેમના કાયમી સરનામાનો ઉલ્લેખ કરવાનું કેમ ટાળી રહી છે.

વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીને એક વરિષ્ઠ અધિકારી દ્વારા સૂચના આપવામાં આવી છે કે આરોપીઓની અંગત વિગતો જાહેર ન કરવામાં આવે.ત્યારે પ્રશ્ન એ પણ ઉભો થાય છે કે આટલો ભયાનક અકસ્માત કર્યા પછી રક્ષિત ચૌરસિયાનું મીડિયા ટ્રાયલ કેમ કરાવવામાં આવ્યું. તેમજ તેની અંગત માહિતી પણ છુપાવવામાં આવી રહી છે.

રક્ષિત ચૌરસિયા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કાયદા ફેકલ્ટીમાં એલએલબીનો વિદ્યાર્થી છે. જ્યારે તેના બે અન્ય મિત્રો પારુલ યુનિવર્સિટી સાથે સંકળાયેલા છે. ત્યારે આ કેસમાં વડોદરા પોલીસની નિષ્ક્રિયતા અનેક સવાલો ઉભા કરે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button