વડોદરામાં ફરજિયાત હેલ્મેટ મુદ્દે ટ્રાફિક પોલીસ કરશે પીછેહઠ, કેમ આપ્યું 15 દિવસનું એક્સ્ટેન્શન? | મુંબઈ સમાચાર
વડોદરા

વડોદરામાં ફરજિયાત હેલ્મેટ મુદ્દે ટ્રાફિક પોલીસ કરશે પીછેહઠ, કેમ આપ્યું 15 દિવસનું એક્સ્ટેન્શન?

વડોદરા: ગુજરાતમાં હેલ્મેટ મામલે કાયદો કડક કરવામાં આવ્યો છે. મોટા શહેરમાં પોલીસ દ્વારા ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. અમદાવાદ સહિત વડોદરામાં પણ પોલીસે ડ્રાઈવ શરૂ કરી હતી. પરંતુ હવે તેમાં વડોદરાવીસોને રાહત આપવામાં આવી છે. પોલીસે કમિશ્નરે 15 દિવસ સુધી એટલે કે 15 તારીખ સુધીનો સમય આપ્યો છે. મહત્વની વાત એ છે કે, આજથી ફરજિયાત હેલ્મેટનો નિર્ણય લાગુ થવાનો હતો. હેલ્મેટ ડ્રાઈવ અંગે પોલીસની કાર્યવાહીનો રાજકોટમાં ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. રાજકોટમાં અનેક જગ્યાએ લોકોએ પોસ્ટરો સાથે પણ આ ડ્રાઈવનો વિરોધ કર્યો હતો. જે બાદ વડોદરામાં પણ વિરોધ થયો હતો. જેથી 15 દિવસ સુધીનો સમય આપવામાં આવ્યો છે. જેથી લોકોએ અત્યારે હેલ્મેટ ખરીદવાનું શરૂ કરી દીધું છે.

જાગૃતિ અભિયાનને 15 દિવસ સુધી લંબાવવામાં આવ્યું

વડોદરા પોલીસ કમિશનર નરસિંહ કોમરે કહ્યું હતું કે, અમે એક મહિના પહેલા અમારું માર્ગ સલામતી અભિયાન શરૂ કર્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ હેલ્મેટ પહેરવાનું શરૂ કર્યું છે. વડોદરાના લોકોના સમર્થન બદલ અમે ખૂબ આભારી છીએ. જોકે, હેલ્મેટ ખરીદવાની સુવિધા માટે સમય મર્યાદા વધારવા માટે અમને લોકો તરફથી વિનંતીઓ મળી છે. તેથી, અમે જાગૃતિ અભિયાનને 30 સપ્ટેમ્બર 2025 સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. અમે લોકોને માર્ગ સલામતી અભિયાનમાં જોડાવા અને સલામતી માટે ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરીએ છીએ’.

ટુ વ્હિલર ચાલકોએ હેલ્મેટ ખરીદી શરૂ કરી દીધી

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે અત્યારે ડ્રાઈવ શરૂ થઈ હોવાથી વેપારીઓએ ભાવ વધારી દીધા છે. પહેલા જે હેલ્મેટ 450થી 500મા વેચાતું હતું તેમાં હવે 600 રૂપિયા લેવામાં આવી રહ્યાં છે. જો કે, હેલ્મેટ વિના ચાલતા લોકોને પોલીસ 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવતો હોવાથી હેલ્મેટની માંગ વધી ગઈ છે. અત્યારે વડોદરા બજારોમાં ટુ વ્હિલર ચાલકોએ હેલ્મેટ ખરીદી શરૂ કરી દીધી છે. કાયદાના અમલીકરણના છેલ્લા કલાકોમાં હેલ્મેટની ધૂમ ખરીદી ઉપડી હતી. પોલીસે 15 દિવસને સમય આપ્યો હતો. ત્યારબાદ ફરી પોલીસ દ્વારા ડ્રાઈવ શરૂ કરવામાં આવશે.

આપણ વાંચો:  બિલ્ડર હિંમત રૂડાણીની હત્યાનો ભેદ ઉકેલાયો! કોણે આપી હતી સોપારી? આરોપીઓએ જણાવી હકીકત…

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button