ગણેશચતુર્થી: વડોદરામાં બાપ્પાની મૂર્તિ પર ઈંડા ફેંકનારાને પોલીસે ભણાવ્યો પાઠ...
Top Newsવડોદરા

ગણેશચતુર્થી: વડોદરામાં બાપ્પાની મૂર્તિ પર ઈંડા ફેંકનારાને પોલીસે ભણાવ્યો પાઠ…

જાહેરમાં સરઘસ કાઢીને અસામાજિક તત્ત્વોએ લોકોની માફી માંગી

વડોદરાઃ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન વડોદરામાં ગણેશોત્સવ પહેલા કેટલાક અસામાજિક તત્વો દ્વારા માહોલ બગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

આ મામલે વડોદરો પોલીસે કાર્યવાહી હાથધરી અને બે આરોપીઓને ધરપકડ કરી લીધી છે. આ લોકોએ ગણેશ પર ઈંડા ફેક્યાં હતા, જેથી પોલીસે તેમની ધપકડડ કરીને સરઘસ કાઢ્યું છે. પોલીસે આરોપીઓને દોરડા વડે બાંધીને ઘટનાસ્થળે લઈ ગઈ અને લોકોની માંફી મંગાવી હતી.

પોલીસે સુફિયાન મન્સુરી અને શાહનવાઝ કુરેશીની ધરપકડ કરી
ઘટનાની વાત કરવામાં આવે તો, સોમવારે રાત્રે વડોદરા શહેર વિસ્તારમાં માંજલપુર નિર્મલપાર્ક યુવક મંડળે ગણપતિનું સરઘસ કાઢી રહ્યાં હતા. આ દરમિયાન કેટલાક લોકોએ ગણપતિના સરઘસ પર ઇંડા ફેક્યાં હતાં. જેમાંથી ગણેશની મૂર્તિ પર પણ ઇંડા પડ્યા હતાં.

જેથી પોલીસે આ મામલે સત્વરે કાર્યવાહી કરી અને બે આરોપીઓ સુફિયાન મન્સુરી અને શાહનવાઝ કુરેશીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી દીધી હતી. આ ઘટના બન્યાં બાદ પોલીસે આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ શરૂ કરી હતી. 100થી વધારે મકાનોની તપાસ કર્યાં બાદ જે લોકોએ ભાડા કરાર નથી કરાવ્યો તેવા 12 લોકો સામે કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે.

આ મામલે વડોદરા શહેર પોલીસના ડીસીપીએ શું કહ્યું?
ગણેશની મૂર્તિ પર ઇંડા ફેક્યાની ઘટના બન્યાં બાદ હિંદૂ સમાજની લાગણીઓ દુભાઈ હતી. એટલું જ નહીં પરંતુ ગણપતિની મૂર્તિ પર જાણીજોઈને આયોજનબદ્ધ ઇંડા ફેકવામાં આવ્ચા હોવાના આક્ષેપો પણ લોકો દ્વારા કરવામાં આવ્યં હતાં.

વડોદરા શહેર પોલીસના ડીસીપી ક્રાઇમ હિમાંશુ વર્માએ જણાવ્યું હતું કે, આરોપીઓને તપાસ માટે સ્થળ પર લઈ જવામાં આવ્યા છે. તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે આરોપીઓએ ઇંડા કેમ ફેંક્યા? તેની તપાસ પણ કરવામાં આવી રહી છે.

અસામાજિક તત્વોને પણ કાયદામાં રહેવા ચેતવણી
વડોદરા શહેરમાં આશરે 1300 જેટલી જગ્યાએ ગણેશની સ્થાપના કરવામાં આવી છે. જેથી આ દરમિયાન કોઈ અવ્યવસ્થા ના સર્જાય તે માટે પોલીસ દ્વારા ખાસ આયોજન પણ કરવામાં આવ્યું છે અને ઉત્સવમાં ખેલલ પહોંચાડવા માંગતા અસામાજિક તત્વોને પણ કાયદામાં રહેવાની ચેતવણી આપી દીધી છે.

એટલે માટે આ આરોપીઓનું સરઘસ કાઢીને જાહેર જનતાની માફી મંગાવી હતી. જેથી ફરીવાર આવું કોઈ કૃત્ય કરતા પહેલા આરોપીઓ સો વખત વિચાર કરે!

આ પણ વાંચો…વડોદરામાં ગણેશજીની યાત્રામાં અસામાજિક તત્વોનો હુમલો, 3 શંકાસ્પદોની પૂછપરછ શરૂ

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button