ટોપ ન્યૂઝવડોદરા

વડોદરાનો એન્જિનિયર 1 જાન્યુઆરીથી છે કતાર પોલીસની કસ્ટડીમાં, 10 વર્ષ પહેલા નોકરી માટે ગયો હતો…

વડોદરાઃ ગુજરાતના એન્જિનિયરને કતાર પોલીસે કસ્ટડીમાં લીધો છે. તપાસ અર્થે કતાર તંત્રના રડારમાં હતો. જોકે ગુજરાતી નાગરિક અમિત ગુપ્તા સામે આરોપોનો અત્યાર સુધી ખુલાસો થયો નથી. અઢી મહિના કરતા વધુ સમયથી કાળી કોટડીમાં બંધ છે.

આ પણ વાંચો.. Vadodara ના સયાજીપુરામાં સાત માળના ટાવરમાં આગ લાગતાં એક વ્યક્તિનું મોત

શું છે મામલો

કતારમાં એક ટેક કંપનીમાં કન્ટ્રી હેડ તરીકે નોકરી કરતાં વડોદરાના એન્જિનિયરને કતાર સિક્યુરિટી એજન્સીએ અઢી મહિનાથી કસ્ટડીમાં લીધા છે. તેમને છોડાવવા માટે પીએમઓમાં રજૂઆત કરવામાં આવી હોવાને એક મહિનો થયો ગયો છે પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. સૂત્રોના જણાવ્યા મુજબ, દોહા સ્થિત ભારતીય દૂતાવાસને આ મામલાની જાણકારી છે અને તેઓ અમિત ગુપ્તાના પરિવાર, તેમના વકીલ અને કતારના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. ભારતીય દૂતાવાસે નિવેદન જાહેર કરીને શક્ય તમામ મદદ કરવામાં આવી રહી હોવાનું અને મુદ્દા પર બારીકાઈથી ધ્યાન રાખવામાં આવતું હોવાનું જણાવ્યું હતું.

1 જાન્યુઆરીએ ડિનર કરીને પરત આવતો હતો ત્યારે ઉઠાવી ગઈ સિક્યુરિટી એજન્સી

મૂળ વડોદરાના રહેવાસી અમિત ગુપ્તા એક ટેક કંપનીમાં કામ કરવા માટે 10 વર્ષ પહેલા કતાર ગયા હતા. તેના માતા-પિતાના જણાવ્યા અનુસાર તેમનો પુત્ર 1 જાન્યુઆરીએ ડિનર કરીને પરત આવતો હતો ત્યારે કતારની સિક્યુરિટી એજન્સી ઉઠાવી ગઇ હતી. પરંતુ, કોઇ કારણ જણાવવામાં આવ્યું નહતું. ઘણી વિનંતીઓ પછી એક વખત પરિવાર સાથે મુલાકાતની પરવાનગી આપી હતી. મુલાકાત દરમિયાન પરિવારને જાણવા મળ્યું હતું કે, અમિતને નાની અને કાળી કોટડીમાં રાખવામાં આવ્યા હતા.

પરિવાર દ્વારા અનેકવાર અપીલ કરવામાં આવી હોવા છતાં ધરપકડનું સ્પષ્ટ કારણ આપવામાં આવ્યું નથી. અમિત ગુપ્તાના પિતા દ્વારા પીએમઓ, વિદેશ મંત્રાલય અને લોકસભા અધ્યક્ષ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. તેમના પત્ની આકાંક્ષા દ્વારા દોહામાં આવેલી ઈન્ડિયન એમ્બ્સી સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત કતારમાં રહેતા ભારતીયો દ્વારા પણ અમિત ગુપ્તાને મુક્ત કરવા માટે રજૂઆતો કરવામાં આવી હતી. અઢી મહિના પછી અમિત ગુપ્તા કતાર સિક્યુરિટી એજન્સીની કસ્ટડીમાં છે.

અમિત ગુપ્તાના માતા પુષ્પા ગુપ્તાએ પણ આ મુદ્દાને લઈ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું અમારો પુત્ર સુરક્ષિત ઘરે પરત આવી જાય તેમ ઈચ્છીએ છીએ. પરિવારે મદદ માટે વડોદરાના સાંસદ હેમાંગ જોશીનો સંપર્ક કર્યો હતો. જોશીએ તેમને સમસ્યાના ઉકેલ માટે કતારના અધિકારીઓ અને ભારતીય દૂતાવાસ સાથે વાત કરવાનું આશ્વાસન આપ્યું હતું.

આ પણ વાંચો..Suprme Court એ ગોધરાકાંડ બાદ વડોદમાં ફાટેલ તોફાન કેસમાં 6 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા

અમિત ગુપ્તાના પિતાએ ટેક કંપનીના ચેરમેનને પણ ઇમેલ કર્યો છે. જેમાં તેમણે તેમના પુત્રને કતાર સિક્યુરિટી એજન્સીએ કસ્ટડીમાં લીધાને અઢી મહિના થવા છતાં મુક્ત કરવામાં આવ્યો નથી કે કસ્ટડીનું કોઈ કારણ ન આપ્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ મુદ્દે બુધવારે કતાર એમ્બેસીને રજૂઆત કરવામાં આવશે. અમિત ગુપ્તાને અઠવાડિયામાં એક વખત તેના માતા-પિતા સાથે વાત કરવાની મંજૂરી છે. આ કોલ દરમિયાન તે માત્ર એટલું જ કહે છે કે મને અહીંથી વહેલી તકે છોડાવો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button