માનસિક અને શારીરિક ત્રાસથી પરિણીતા કંટાળી, પતિ સહિત સાસરિયા પક્ષ સામે ફરિયાદ નોંધાવી

વડોદરાઃ વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતી 29 વર્ષીય પરિણીતાએ તેના પતિ અને સાસરિયા વિરુદ્ધ ગંભીર આરોપો સાથે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલાની ફરિયાદ પ્રમાણે પાર્થ રોહિત નામના યુવકે પ્રેમમાં ફસાવી મહિલાથી લગ્ન કર્યા પછી વિદેશ જવાની વાત કહીને 15 લાખ રૂપિયા પડાવ્યા હતાં. હતી. 27 મે, 2025ના રોજ તેઓએ લવ-મેરેજ કર્યા અને લગ્ન નોંધણી કરાવી હતી. ત્યારબાદ તેણે મહિલાને તેના ન્યૂડ ફોટા અને વીડિયો વાઇરલ કરવાની ધમકી આપીને આપવાનું શરૂ કર્યું હતું.
સસરાએ મહિલાને તાંત્રિકવિધિ કરીને વશમાં રાખવાનો પ્રયાસ કર્યો
લગ્ન પછી સાસરીમાં શરૂઆતના દિવસો સારા ગયા હતા, પરંતુ થોડા સમય પછી સાસુએ ઝઘડા શરૂ કર્યા અને પતિએ પણ તેમની તરફેણ લઈને પરિણીતાને ત્રાસ આપ્યો હતો. સસરાએ પણ મહિલાને તાંત્રિકવિધિ કરીને વશમાં રાખવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. પાર્થ રોહિતે સંબંધ તોડવાની ધમકી આપી હતી તથા વિદેશ જવાના બહારને લાખો રૂપિયા પડાવી હતાં. જ્યારે પણ આ બાબતે મહિલાએ સવાલ કર્યો ત્યારે તેણે વાતને વાળી દીધી અને ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી.
આ પણ વાંચો: ₹10 લાખ ન ચૂકવવાના ત્રાસથી આદિવાસી શ્રમિકની આત્મહત્યા; કોન્ટ્રાકટર વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ
ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
પતિ, સસરા, સાસુ અને જેઠ દ્વારા વારંવાર મહિલાને ત્રાસ આપવામાં આવતો હતો. જેથી આ ત્રાસથી કંટાળીને પરિણીતાએ અંતે પોતાના પીયર જઈ માતાને આખી વાત જણાવી હતી. ત્યારબાદ મહિલાએ ગોરવા પોલીસ સ્ટેશનમાં પતિ પાર્થ રોહિત, સાસુ, સસરા અને જેઠ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પણ આ મામલે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી દીધી હતી. મહિલા સાથે ધરેલુ હિંસાના કેસો સતત વધી રહ્યાં હોવાના અનેક કેસો પ્રકાસમાં આવતા હોય છે. પોલીસ દ્વારા પણ આવા કેસોમાં કાર્યવાહી કરવામાં આવતી હોય છે.