વડોદરા

વડોદરામાં ચાલતા આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશઃ વિદેશી નાગરિકો પાસેથી ડોલર ખંખેરતી ટોળકી ઝડપાઈ

વડોદરા: વડોદરા સાયબર ક્રાઇમે (Vadodara Cyber Crime Branch) અમેરિકન નાગરિકોને ટાર્ગેટ કરીને રૂપિયા ખંખેરતી ટોળકીને ઝડપી પાડી છે. વડોદરા સાયબર ક્રાઈમે એક મોટા આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ (International Scam) કર્યો છે.

વડોદરાના તલસટ ગામના 51 નંબરના વિંટેજ બંગલા ખાતે ચાલતા બોગસ કોલ સેન્ટર (Fake call Center) પર દરોડા પાડી ત્રણ જણની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે અરૂણ રાવત, સ્નેહ મુકુંદ પટેલ અને અંશ હિતેષ પંચાલની આ બંગલામાંથી ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

આપણ વાચો: સાયબર ફ્રોડનો આતંક: અમદાવાદમાં ONGC અધિકારીને ડિજિટલ અરેસ્ટ કરી ₹1.36 કરોડ પડાવ્યા, મોરબીના શિક્ષક દંપતી પણ બન્યા શિકાર

વડોદરા સાયબર ક્રાઇમે ત્રણ આરોપીઓની ધરપકડ કરી

કૌભાંડની વાત કરીએ તો આ આરોપીઓ FBI અને અમેરિકાની અન્ય એજન્સીના નામે વિદેશી નાગરિકોને ડરાવવા માટે ટેક્સ્ટ મેસેજ મોકલવામાં આવતા અને 30 ટકા કમિશનના બદલામાં લોન મંજૂર કરાવવાની લાલચ આપતા હતાં.

અમેરિકાની બેંકોમાં કેવાયસી અને ટ્રાન્ઝેક્શન સંબંધિત ખામીનો ભરપૂર દુરુપયોગ કરીને તેઓ પ્રીપેડ ઈન્વેસ્ટમેન્ટ કાર્ડમાં રકમ જમા કરાવતા હતાં. બાદમાં ડોલરને રૂપિયામાં કન્વર્ટ કરીને આંગડિયા મારફતે ભારતમાં મંગાવતા હોવાનો પોલીસ તપાસમાં પર્દાફાશ થયો છે.

આપણ વાચો: રાજકોટ સીસીટીવી કાંડમાં સાયબર ક્રાઈમે દિલ્હીથી એક આરોપીની કરી ધરપકડ

આરોપીએ 80 જેટલા અમેરિકન નાગરિકો સાથે ફ્રોડ કર્યાં

આ ઠગ ટોળકીએ અત્યાર સુધીમાં 80 જેટલા અમેરિકન નાગરિકો સાથે ફ્રોડ કર્યું હોવાનું પણ તપાસમાં જાણવા મળ્યું છે. પોલીસે જણાવ્યું છે કે, આરોપીઓ 80થી 90 રૂપિયામાં ડેટા ખરીદી 100 રૂપિયામાં આગળ વેચતા અને સિબિલ સ્કોરના આધારે વિવિધ ઓફર મોકલતા હતા. એટલું જ નહીં આ લોકો ટેલિગ્રામ વિવિધ પ્રકારના ગ્રુપો પણ ચાલવી રહ્યાં હતાં.

જેમાં ‘એકે-47’ અને ‘બેકઅપ’ ગ્રુપ યુએસ ટેક્સ અને વોઇસમેસેજ માટે ‘ડોલર’ અને ‘ડોલર રિચીઝ’ લોન પ્રોસેસિંગ અને કમિશન વસુલાત માટે, જ્યારે ‘મિ.વર્ક’ ગ્રુપ ક્રેડિટ કાર્ડની વિગતો મેળવવા માટે વાપરતા હતાં.

આ સાથે ‘સુપર સેલ્સમેન’ નામના ગ્રુપ દ્વારા ડોલર કન્વર્ઝન કરવામાં આવ્યું હતું. પોલીસે આ આરોપીઓ ચાર દિવસના રિમાન્ડ પર લઈને વધુ તપાસ હાથ ધરી હતી.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button