વડોદરા

વડોદરાની બની ચોંકાવનારી ઘટના, બેંક લોકરમાંથી 35 તોલા સોનું ગાયબ થતાં દંપતી ચિંતિત

વડોદરા: શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલી કોસ્મોસ કો-ઓપરેટિવ બેંક લિમિટેડમાં લોકરમાં રાખેલા 35 તોલા સોનાના આભૂષણો રહસ્યમય રીતે ગાયબ થઈ ગયાં છે. જેના કારણે આ દંપતીને પર હેરાન છે. બેંકની બેદરકારીને કારણે થયેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો દોર શરૂ કર્યો છે.

આખરે બેંકમાં પણ જો તમારૂ સોનું સુરક્ષિત નથી તો પછી લોકો વિશ્વાસ કોના પર કરશે? આ મામલે બેંક દ્વારા પણ કોઈ સચોટ જવાબ આપવામાં આવ્યો નથી. જેથી આ દંપતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

10 સોનાના સિક્કા સહિત 35 તોલા સોનું ગાયબ

વિગતે વાત કરવામાં આવે તો, ઘરે દીકરીના લગ્ન હોવાથી આ દંપતી બેંકમાં રાખેલા દાગીના લેવા માટે જાય છે. જ્યારે તે બેંકનું લોકર ખોલે છે, ત્યારે તેમાંથી સોનાના દાગીના ગાયબ હતાં. દંપતીની ફરિયાદ પ્રમાણે સોનાની લગડીઓ અને 10 સોનાના સિક્કા સહિત 35 તોલા સોનું ગાયબ થઈ ગયું છે.

જેની કિંમત કરોડો રૂપિયા થાય છે, તે એકદમ ગાયબ કેવી રીતે થઈ જાય? દંપતીએ તરત પોલીસમાં ફરિયાદ નોંધાવી અને બેંક વિરુદ્ધ કાર્યવાહીની માંગણી કરી છે. શું આ ચોરીમાં બેંકનું કોઈ વ્યક્તિ સામેલ હશે? આવા અનેક સવાલો અત્યારે થઈ રહ્યાં છે.

લોકર ખોલતાંની સાથે જ દંપતીને આઘાત લાગ્યો

દંપતીના જણાવ્યા પ્રમાણે, તેઓ લાંબા સમયથી આ બેંકમાં લોકર ધરાવે છે અને સોનું સુરક્ષિત રાખવા માટે જ લોકરનો ઉપયોગ કરતા હતા. પરંતુ લોકર ખોલતાં જ તેમને આ આઘાત લાગ્યો હતો. તેઓએ બેંક મેનેજરને જણાવ્યું, પરંતુ બેંક મેનેજર દ્વારા કોઈ સંતોષકારક જવાબ આપ્યો નથી.

જેથી બેંકની સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા થયા છે. જ્યા લોકર આવેલા છે ત્યાં CCTV હતા કે નહીં? જો કેમેરા લાગેલા છે તો પછી તેના ફૂટેજ ક્યાં છે? લોકરની ચાવી કોની પાસે હોય છે? શું કોઈ અજાણ્યા વ્યક્તિએ ઍક્સેસ તો નથી મેળવી? આવા સવાલો થવા સ્વાભાવિક છે.

આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. આવા કેસોમાં બેંકોની જવાબદારી અને ગ્રાહકોની સુરક્ષા પર ગંભીર પ્રશ્નો ઉભા થાય છે. આ ઘટનાએ લોકોની ચિંતા વધારી દીધી છે.

ગ્રાહકો હવે બેંક લોકર પર વિશ્વાસ નથી કરતા. મહત્વની વાત એ પણ છે કે, બેંકોમાં બાયોમેટ્રિક અને ડિજિટલ સુરક્ષા વ્યવસ્થા અપનાવવી જરૂરી છે. પોલીસ જ્યારે કાર્યવાહી કરે ત્યારે પરંતુ અત્યારે આ દંપતી પરેશાન છે. કારણે બે દિવસ પછી તેમની દીકરીના લગ્ન છે અને અત્યારે પરિવારનું બધું જ લૂંટાઈ ગયું છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button