વડોદરા

આઠને ટક્કર મારી એકનો જીવ લેનાર વડોદરા હીટ એન્ડ રનના આરોપી રક્ષિત મામલે મોટો ખુલાસો…

વડોદરાઃ અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા આ શહેરમાં છાશવારે હિટ એન્ડ રનની ઘટના ખૂબ જ વધી રહી છે. વડોદરામાં હોળીની રાત્રે બનેલી ઘટનામાં એક મોટો ખુસાલો થયો છે. આ ઘટનામાં આરોપી રક્ષિત ચૌરસિયાએ 8 લોકોને ટક્કર મારી હતી. રિપોર્ટ્સ પ્રમાણે આ કેસનો આરોપી રક્ષિત ચૌરસિયા ગાંજાના નશામાં હોવાનું પ્રકાશમાં આવ્યું છે. પોલીસ આ કેસમાં કેટલાય દિવસોથી કાર્યવાહી કરી રહી હતી. અત્યારે એફએસએલ રિપોર્ટમાં પુષ્ટિ થઈ છે કે રક્ષિત અને તેના બે મિત્રો પ્રાંશુ ચૌહાણ અને સુરેશ ભરવાડે ગાંજાના નશામાં હતાં. નોંધનીય છે કે, પોલીસે અત્યારે આ ત્રણેય વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં બની અકસ્મતાની ઘટના

ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં એક મહિલાનું ઘટના સ્થળ પર મોત થયું હતું. અકસ્માતની સમગ્ર ઘટના વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં બની હતી. રક્ષિત ચૌરસિયાએ 13 માર્ચની રાત્રે વાયુવેગની ગતિએ કાર ચલાવીને આઠ લોકોને ટક્કર મારી હતી. જેમાં એકનું મોત થયું હતું જ્યારે અન્ય લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ ઘટના બની ત્યારે લોકોએ આરોપીને મેથીપાક પણ ચખાડ્યો હતો.જો કે, પોલીસને ઘટનાની જાણ થતાની સાથે રક્ષિત અને તેના મિત્રોની ધરપકડ કરી લીધી હતી.

આ પણ વાંચો: વડોદરા અકસ્માતઃ રક્ષિત ચૌરસિયાને 11 દિવસ બાદ ફેસ સર્જરી માટે લાવવામાં આવ્યો હોસ્પિટલ…

ત્રણેયે આરોપીઓએ ગાંજાનો નશો કર્યો હતોઃ FSL રિપોર્ટ

પોલીસે આરોપીઓની ધરપકડ કરીને તેમના બ્લડ સેમ્પલને એફએસએલમાં મોકલ્યું હતું. FSL ના રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે ત્રણેયે ગાંજાનો નશો કર્યો હતો. આ આધારે પોલીસે ત્રણેયને NDPS એક્ટની કલમ 27A હેઠળ આરોપી બનાવ્યા છે. આ કેસમાં ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે, આરોપી પ્રાંશુ ચૌહાણને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તેની પૂછપરછ ચાલી રહી છે, જ્યારે સુરેશ ભરવાડ હજુ પણ ફરાર છે અને તેની શોધ ચાલી રહી છે. પ્રશ્ન એ થાય છે કે, આવી ઘટનાઓ આખરે કેમ વધી રહી છે? પોલીસ કાર્યવાહી કરે છે, કોર્ટ સજા કરે છે તેમ છતાં પણ નબીરોઓને કેમ કાયદાનું ભાન નથી થતું? આ મામલે હજી વધારે કડક કાર્યવાહી થયા તે ઈચ્છનીય બની ગયું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button