વડોદરાની સિગ્નસ સ્કૂલને બોમ્બ વિસ્ફોટની ધમકી, 12 દિવસમાં ત્રીજી ઘટના, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

વડોદરા: છેલ્લા કેટલાક સમયથી રાજ્યની શાળાઓનો બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવાની આતંકી પ્રવૃત્તિઓનું ચલણ વધી ગયું છે. વડોદરા શહેરની શાળાઓને અત્યાર સુધી 2 શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. જેમાં વધુ એક ધમકીનો ઉમેરો થયો છે.
સિગ્નસ વર્લ્ડ સ્કૂલને મળ્યો ધમકીભર્યો ઈ-મેલ
વડોદરાના હરણી વિસ્તારમાં સિગ્નસ વર્લ્ડ સ્કૂલ આવેલી છે. આ સ્કૂલને બોમ્બથી ઉડાવવાનો ધમકીભર્યો ઈમેલ મળતા શાળાના સ્ટાફ, વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખળભળાટ મચી ગયો છે. ધમકીને પગલે તાત્કાલિક સ્કૂલને ખાલી કરાવવામાં આવી હતી. વડોદરા પોલીસના ઉચ્ચ અધિકારીઓ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સાથે ઘટનાસ્થળે દોડી ગયા છે અને સ્કૂલ કેમ્પસની સઘન તપાસ અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
નવરચના સ્કૂલને બે વાર મળી ધમકી
24 જાન્યુઆરી 2025ના રોજ વડોદરાના સમા વિસ્તારમાં આવેલી નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળ્યો હતા. ત્યારબાદ 23 જૂનના રોજ તેનું પુનરાવર્તન થયું હતું. જોકે, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી કરવામાં આવેલી આ તપાસ દરમિયાન પોલીસને કોઈપણ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. નવરચના સ્કૂલ બાદ સતત બીજા દિવસે રિફાયનરી CBSE સ્કૂલને ઉંમર ફારુકના નામથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ આવ્યો હતો.
વડોદરામાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ
છેલ્લા છ મહિનામાં વડોદરા શહેરમાં 12 દિવસમાં કૂલ 3 શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી ચૂકી છે. અગાઉ પણ રાજ્યની કેટલીય સ્કૂલોને આ પ્રકારની ધમકીઓ મળી ચૂકી છે. જેથી સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે.
આ પણ વાંચો…વડોદરામાં સ્કૂલ બની પછી 7 વર્ષે સોઈલ ટેસ્ટ: ચોંકાવનારો રિપોર્ટ!