
વડોદરાઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આ દરમિયાન તેમણે રાહુલ ગાંધી તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ એવા નારા લગાવતા કાર્યકરને મળવા બોલાવ્યો હતો અને તેનું કાર્ડ પણ લીધું હતું.
આ કાર્યકરે રાહુલ ગાંધી સમક્ષ બળાપો ઠાલવતાં કહ્યું, ગુજરાતમાં કોંગ્રેસની સરકાર લાવવા જીવ દેવા પણ તૈયાર છું, 35 વર્ષથી લડું છું પણ મોટા નેતાઓ રોકે છે. તેણે આટલું જ કહેતા રાહુલ ગાંધીએ ‘નંબર દે દો, બાદ મેં મિલતે હૈ’ તેમ કહ્યું હતું.
આપણ વાંચો: રાહુલ ગાંધીએ આણંદમાં પ્રશિક્ષણ શિબિરનું ઉદ્ઘાટન કર્યું, નવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખોને અપાશે તાલીમ…
આ કાર્યકરનું નામ મિતેષ પરમાર છે. તેઓ યૂથ કોંગ્રેસ ઉપપ્રમુખ રહી ચૂક્યા છે. ઉપરાંત વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રી પણ રહી ચૂક્યા છે. વડોદરામાં કોંગ્રેસનાં નાનાં-નાનાં ગ્રુપ પડી ગયાં છે અને તેઓ દ્વારા તેના માણસોને ટિકિટ આપી દેવામાં આવે છે. હું સાચો કોંગ્રેસનો કાર્યકર્તા છું.
હું ઇચ્છું છું કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને અને વડોદરમાં મેયર પણ કોંગ્રેસના હોય. હું રાહુલ ગાંધીનો સાચો સિપાહી છું. કોંગ્રેસની સરકાર બનાવવા માટે જરૂર પડ્યે મારો જીવ પણ આપી દઈશ. મારા પર 100 જેટલા કેસ થયા હશે.
આપણ વાંચો: રાહુલ ગાંધીએ OBC મુદ્દે 21 વર્ષ જૂની ભૂલની કરી કબૂલાત: જાતિ ગણતરીથી બદલાશે રાજનીતિ?
રાહુલ ગાંધીએ મને બોલાવ્યો હતો અને હું વાતચીત કરવા ગયો ત્યારે તેમણે મને નંબર લખાવવાનું કહ્યું હતું. મેં મારું કાર્ડ આપ્યું હતું અને હાથ મિલાવ્યો હતો. તેમણે હમ મિલતે હૈ એવું કહ્યું હતું. મને વિશ્વાસ છે કે તેઓ મને મળશે.
આ ઉપરાંત તેણે કહ્યું, રાહુલ ગાંધીએ મને ડરો મત, મૈં તુમ્હારે સાથ હૂં.. તેમ કહ્યું હતું. તેમને આંદોલન યોગ્ય રીતે નથી થતાં એ બાબતે પણ રજૂઆત કરવામાં આવી હતી. મારે મોટું આંદોલન કરવું છે, પરંતુ બધા મોટા નેતાઓ આંદોલન કરવા દેતા નથી. ગુજરાત-વડોદરામાં કોંગ્રેસની સત્તા લાવવા માગું છું અને હું એ માટે 35 વર્ષથી લડી રહ્યો છું.