Viral Video: વડોદરામાં દીકરા-વહૂની સામે ફરિયાદ કરવા વૃદ્ધા પહોંચ્યા પોલીસ સ્ટેશનમાં, એક વાત સાંભળી નહીં પોલીસે… | મુંબઈ સમાચાર

Viral Video: વડોદરામાં દીકરા-વહૂની સામે ફરિયાદ કરવા વૃદ્ધા પહોંચ્યા પોલીસ સ્ટેશનમાં, એક વાત સાંભળી નહીં પોલીસે…

વડોદરા: વડોદરા શહેરમાં માનવતા મારી પરવારી હોય તેવી ઘટના તાજેતરમાં ઘટી હતી. શહેરના એક વૃદ્ધાને તેમના જ દીકરા અને પુત્રવધૂએ ઢોર માર માર્યાની ફરિયાદ લઈને માંજલપુર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા.

જોકે વૃદ્ધ મહિલાની ફરિયાદને પોલીસે ધરાર સાંભળી જ નહોતી, તેનાથી વિપરીત વૃદ્ધ મહિલાની આંખોમાં આંસુ હોવા છતાં પોલીસે કલાકો સુધી તેમને બેસાડી રાખ્યા હતા.

પોલીસે પણ વૃદ્ધાની વ્યથા સાંભળી નહીં

હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશનમાં એક વૃદ્ધાને પોલીસે કલાકો સુધી બેસાડી રાખ્યા છતાં પોલીસે વ્યથા સાંભળી નહીં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

આપણ વાંચો: પોર્ટુગલની નાગરિકતા મેળવવા ખોટા પુરાવા રજૂ કરતા વ્યકિત વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ

વાઈરલ વીડિયોમાં વૃદ્ધા કહી રહ્યા છે કે તેમને દીકરા વહુએ માર માર્યો હોય અને તેમની વિરુદ્ધ ફરિયાદ માટે તેઓ પોલીસ સ્ટેશન આવ્યા હતા. જો કે ત્યાં તેની ફરિયાદ સાંભળવાને બદલે તેને કલાકો સુધી બેસાડી રાખવામાં આવ્યા હતા.

દીકરા વહુએ ઢોર માર માર્યો હોવાથી વૃદ્ધાને ઇજાઓ પહોંચી હતી. તેઓ દસ વાગ્યાના સવારે ચાલીને પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા. અંતે પોલીસે ફરિયાદ ન સાંભળતા અંતે ઘરે પગપાળા જતાં રહ્યા હતા.

કલાકો સુધી બેઠા વૃદ્ધા

જાણે પોલીસને ઇજાગ્રસ્ત વૃદ્ધ મહિલાની દયા આવી નહોતી. વૃદ્ધા કલાકો સુધી મદદની આશાએ પોલીસ સ્ટેશનમાં બેસી રહ્યા પણ પોલીસે વૃદ્ધાની વ્યથા નહોતી સાંભળી.

આપણ વાંચો: સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિનું અપમાન કર્યું! બિહારની કોર્ટમાં ફરિયાદ દાખલ; જાણો શું છે મામલો

પોલીસે વૃદ્ધ મહિલાને કલાકો સુધી બહાર પગથિયા પર બેસાડી રાખ્યા અને તેમને સાંભળવાની પણ તસ્દી લીધી નહોતી. અહી કલાકો સુધી મદદની આશાએ બેઠેલા વૃદ્ધાને અંતે મદદ ન મળી અને તેઓ એમ જ પાછા ફર્યા. વૃદ્ધ મહિલાની આંખોમાં આંસુઓ હોવા છતાં પોલીસે તેમની વાત સાંભળવાની પણ તસ્દી નહોતી લીધી.

સંબંધિત લેખો

Back to top button