
વડોદરા : ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદી પ્રથમ વખત બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા છે. તેમણે વડોદરામાં રોડ શો કરીને ગુજરાતની તેમની બે દિવસીય મુલાકાતની શરૂઆત કરી. આ રોડ શો દરમિયાન લોકોએ વડાપ્રધાન મોદી પર ફૂલોનો વરસાદ પણ કર્યો. ખાસ વાત એ હતી કે ઓપરેશન સિંદૂરનો હિસ્સો રહેલા કર્નલ સોફિયા કુરેશીનો પરિવાર પણ આ રોડ શોમાં પહોંચ્યો હતો અને તેઓ પીએમ મોદી પર ફૂલોનો વરસાદ કરતા પણ જોવા મળ્યા હતા.

સોફિયા આખા દેશની બહેન
સોફિયા કુરેશીની જોડિયા બહેન શાઇના સુન્સારાએ કહ્યું, હું પોતે મહિલા છું, હું અનુભવી શકું છું કે વડા પ્રધાન મોદીએ મહિલાઓનો કેટલી મદદ કરી છે. આ ખૂબ જ પ્રોત્સાહક બાબત છે. હવે સોફિયા ફક્ત મારી બહેન નથી, હવે તે આખા દેશની બહેન બની ગઈ છે.”

કર્નલ સોફિયાના માતાપિતાએ આભાર માન્યો
આ દરમિયાન કર્નલ સોફિયાના પિતા તાજ મોહમ્મદ કુરેશીએ કહ્યું કે અમારા માટે દેશ પહેલા આવે છે પછી ધર્મ અને જાતિ. તેમણે કહ્યું, વડા પ્રધાન મોદીએ અમને ઓળખ્યા અને પછી અમારું સ્વાગત કર્યું. અમે પણ તેમનું આદરપૂર્વક સ્વાગત કર્યું. સોફિયાના માતા હલીમા બીબીએ કહ્યું કે અમારા માટે દેશ પહેલા આવે છે. તેમણે વધુમાં કહ્યું, હું પીએમ મોદીજીને મળીને ખુશ છું. મહિલાઓ અને બહેનો ઓપરેશન સિંદૂરથી ખુશ છે.
કર્નલ સોફિયાએ મીડિયાને ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી હતી
કર્નલ સોફિયા કુરેશી એ બે મહિલા અધિકારીઓમાંની એક છે જેમણે 8 મેના રોજ ઓપરેશન સિંદૂર વિશે મીડિયાને માહિતી આપી હતી. તે એક્સરસાઇઝ ફોર્સ 18 નામની બહુરાષ્ટ્રીય લશ્કરી કવાયતમાં ભારતીય સૈન્ય ટુકડીનું નેતૃત્વ કરનારી પ્રથમ મહિલા પણ છે. આ ભારત દ્વારા આયોજિત અત્યાર સુધીની સૌથી મોટી વિદેશી લશ્કરી કવાયત હતી.
આપણ વાંચો : વડોદરાની વન્ડર વુમન તરીકે પ્રખ્યાત છે કર્નલ સોફિયા કુરેશીની જોડિયા બહેન શાયના