એમએસ યુનિવર્સિટીના ઉપકુલપતિનું રાજીનામુ: વીસી વિરુદ્ધ હાઇ કોર્ટમાં પિટિશન થઈ હતી…
Vadodara News: વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં વાઈસ ચાન્સેલર પ્રોફેસર ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવ સામે યુનિવર્સિટીના જ પ્રોફેસરે તેમની નિમણૂક ને ગેરલાયક ગણાવી હાઇ કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. આ મામલે વીસીએ બુધવારે રાજીનામું આપ્યું હતું. હવે ટૂંક સમયમાં નવા કુલપતિની નિમણૂક કરવામાં આવશે.એમએસ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર વિજય કુમાર શ્રીવાસ્તવને યોગ્ય લાયકાત વગર વીસી બનાવી દેવાયા હોવાના પુરાવા ગુજરાત હાઇ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : રાજ્યમાં ચાઇનીઝ દોરી અને તુક્કલના વેચાણ પર હાઇ કોર્ટ લાલઘૂમ, સરકારને કરી માર્મિક ટકોર
હાઇકોર્ટ 10 ફેબ્રુઆરી, 2022 ના રોજ શ્રીવાસ્તવની વાઇસ ચાન્સેલર તરીકેની નિમણૂકને પડકારતી શિક્ષણ વિભાગના સિનિયર પ્રોફેસર સતીશ પાઠક દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી હાથ ધરી હતી. અરજદારે હાઈકોર્ટમાં વીસીની નિમણૂક સર્ચ કમિટીના નિયમો મુજબ નહીં હોવાની પણ અરજદારે રજુઆત કરી હતી.
વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વાઈસ ચાન્સેલર તરીકે વિજયકુમાર શ્રીવાસ્તવ્ય ચાર્જ સંભાળતા જ તેઓ વિવાદમાં જોવા મળ્યા હતા. વીસી ઉપર યુનિવર્સિટીના જ પ્રોફેસર સામે ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા. વીસી વિજય કુમાર શ્રીવાસ્તવની નિમણુકને ગેરલાયક ગણાવી એમ.એસ યુનિવર્સિટીના જ પ્રોફેસર સતીશ પાઠકે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી.
આ પણ વાંચો : વીમાની રકમ લેવા પોતાના ચોકીદારને જ જીવતો સળગાવ્યોઃ ધનપુરામાં ક્રાઈમ પેટ્રોલના એપિસૉડ જેવો કિસ્સો…
આ ઉપરાંત તેઓએ દેશના વડાપ્રધાન સહિતના મહાનુભાવોને પત્ર લખી રજૂઆત પણ કરી હતી કે વીસી બનવા માટે પોતાનો સીવી એટલે કે બાયોડેટા આપ્યો તેમાં ખોટી વિગતો ભરવામાં આવી અને તેમની જે નિમણૂક થઈ તે તદ્દન ખોટી છે વીસી બનવા માટે જેટલા વર્ષોનો અનુભવ જોઈએ તેટલા વર્ષોનો અનુભવ પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવ પાસે નથી તેથી તેમને ગેરલાયક ઠેરવવામાં આવે તેવી માંગ કરી હતી. હાઇકોર્ટ અરજી કરી વીસીની નિમણૂક નિયમો વિરુદ્ધ હોવાથી રદ કરવાની દાદ માંગવામાં આવી હતી