વડોદરાની નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપ્યો મેઈલ, પોલીસ તંત્ર દોડતું થયું | મુંબઈ સમાચાર
વડોદરા

વડોદરાની નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપ્યો મેઈલ, પોલીસ તંત્ર દોડતું થયું

વડોદરાઃ ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી બોમ્બની ધમકીના અનેક મેઈલ આવી રહ્યાં છે. જેના કારણે લોકો ખૂબ જ ચિંતિત છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ફરી એકવાર વડોદરામાં આવેલી એક સ્કૂલને બોમ્બની ધમકી આપતો મેઈલ મળ્યો છે. વધારે વિગતે વાત કરવામાં આવે તો, વડોદરાની સમા વિસ્તારમાં આવેલી નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો મેઈલ મળ્યો છે. સમગ્ર બાબતની જાણ થતા પોલીસ તંત્ર દોડતું થયું છે.

બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડ સહિત પોલીસ તંત્ર ઘટનાસ્થળે તૈનાત

બોમ્બની ધમકીનો મેઈલ આવ્તાં વિદ્યાર્થીઓને શાળામાંથી છોડી મુકવામાં આવ્યા છે. આ સાથે શાળામાં બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડ સહિત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પહોંચી ગયા છે અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. હજી સુધી કોઈ વધારે જાણકારી મળી નથી પરંતુ અગાઉ પણ આ સ્કૂલને બોમ્બથી ઉડાવાની ધમકીનો મેઈલ મળ્યો હતો. જો કે, તે ખોટો મેઈલ હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

આવા બોમ્બની ધમકીને નજરઅંદાજ કરી શકાય નહીં!

અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યારે સુધીમાં જેટલા બોમ્બની ધમકીના કોલ, મેસેજ કે ઈમેલ આવ્યાં છે તે ખોટા અને પોકળ હોવાનું પ્રમાણિત થયું હતું. પરંતુ આવા ધમકીને નજરઅંદાજ કરી શકાય નહીં. તેથી પોલીસ તંત્ર દ્વારા તેની પૂર્ણ તપાસ કરવામાં આવે છે. આજે વડોદરામાં નવરચના સ્કૂલને બોમ્બની ધમકી મળતા પોલીસ તંત્ર, બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો…અમદાવાદ સરસપુરમાં ભગવાનના ભવ્ય મામેરાના દર્શન માટે હજારો ભક્તો ઉમટ્યા….

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button