ટોપ ન્યૂઝવડોદરા

વડોદરા-આણંદ બ્રિજ તૂટતા અકસ્માત, 4 વાહનો નદીમાં ખાબક્યા બેના મોતની આશંકા, ત્રણનો આબાદ બચાવ…

વડોદરા: વડોદરામાંથી એક ગંભીર સમાચાર સામે આવ્યા છે. પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ અચાનક ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. સ્થાનિક વહીવટી તંત્રએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ બ્રિજ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતા મહત્વનો બ્રિજ ગણાય છે. બ્રિજ તૂટી પડતા ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે.

ગુરુવારે વહેલી સવારે ગંભીરા બ્રિજનો એક ભાગ ધસી પડતાં અનેક વાહનો મહીસાગર નદીમાં ખાબકી ગયા. મળતી માહિતી મુજબ, બે ટ્રક, એક પિકઅપ વાન અને એક બાઈક નદીમાં ગરકાવ થયો હતો. સૂત્રો પ્રમાણે હાલ સુધીમાં આ ઘટનામાં બે વ્યક્તિઓના મોતની આશંકા છે, જ્યારે ત્રણ લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. એક ટ્રક બ્રિજ પર લટકેલી હાલતમાં જોવા મળ્યો હતો, જે ઘટનાની ગંભીરતા દર્શાવે છે. સ્થાનિક ફાયર બ્રિગેડ અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

આ બ્રિજ આણંદ અને વડોદરા જિલ્લાને જોડવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે, અને તેના તૂટવાથી મોટા પાયે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ X પર પોસ્ટ કરીને આ ઘટનાનો વીડિયો શેર કર્યો અને તંત્રને ઝડપથી બચાવ કાર્યવાહી હાથ ધરવા તેમજ ટ્રાફિક માટે વૈકલ્પિક માર્ગો ગોઠવવા જણાવ્યું. વડોદરા કલેક્ટરે પણ આ ઘટનાની પુષ્ટિ કરી અને બચાવ કામગીરીની માહિતી આપી.

સ્થાનિક લોકો અને નિષ્ણાતો દ્વારા બ્રિજની જર્જરિત હાલત અને નિયમિત નિરીક્ષણના અભાવની આ ઘટના બની હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સરકારે આ ઘટનાની તપાસ માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટળી શકે. હાલ બચાવ કામગીરી ચાલુ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button