વડોદરા

ગંભીરા પુલ દુર્ઘટનામાં 9 લોકોના કરૂણ મોત, રાજ્ય અને કેન્દ્ર સરકારે જાહેર કરી સહાય

વડોદરાઃ ગંભીરા બ્રિજનો એક ભાગ તૂટી પડતા 9 લોકોનું મોત થયું છે. આણંદ વડોદરાને જોડતા ગંભીરા બ્રિજનો એક ગાળો તૂટી જવાથી સર્જાયેલી દુઘર્ટના ખૂબ દુઃખદ છે. આ સમગ્ર ઘટના મામલે લોકોએ તંત્ર સામે સવાલો પણ કર્યા છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ ઈજાગ્રસ્તો માટે પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને 2 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજારની જાહેરાત કરી છે. જ્યારે રાજ્ય સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને 4 લાખની જાહેરાત કરવામાં આવી અને ઈજાગ્રસ્તોને 50 હજાર આપવાની જાહેરાત કરી છે.

બ્રિજ તૂટી પડવાથી થયેલા જાનહાનિ ખૂબ જ દુઃખદ છેઃ પીએમ મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘ગુજરાતના વડોદરા જિલ્લામાં પુલ તૂટી પડવાથી થયેલા જાનહાનિ ખૂબ જ દુઃખદ છે. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના છે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. વડા પ્રધાન રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી દરેક મૃતકના પરિવારને 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે’.

દુર્ઘટનાથી અસરગ્રસ્ત પ્રત્યેક પરિવાર માટે સંવેદના વ્યક્ત કરી

મુખ્ય પ્રધાન દુર્ઘટના મામલે દુઃખ વ્યક્ત કર્યું અને મૃતકો માટે સંવેદના વ્યક્ત કરી છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘આણંદ વડોદરાને જોડતા ગંભીરા બ્રિજનો એક ગાળો તૂટી જવાથી સર્જાયેલી દુઘર્ટના મનને અત્યંત વ્યથિત કરનારી છે. રાજ્ય સરકાર આ દુર્ઘટનાથી અસરગ્રસ્ત પ્રત્યેક પરિવારની સાથે પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે. તેમજ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલ પ્રત્યેકને 50,000 રૂપિયાની સહાય ઉપરાંત તમામ સારવાર વ્યવસ્થા પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે’.

ગંભીરા બ્રિજ દુર્ઘટનાઃ મૃતકોની યાદી

  1. વૈદિકા રમેશભાઈ પઢીયાર, ગામ-દરિયાપુરા
  2. નૈતિક રમેશભાઈ પઢીયાર, ગામ-દરિયાપુરા
  3. હસમુખભાઈ મહીજીભાઈ પરમાર, ગામ-મજાતણ
  4. રમેશભાઈ દલપતભાઈ પઢીયાર, ઉં. વ.32, ગામ-દરિયાપુરા
  5. વખતસિંહ મનુસિંહ જાદવ, ગામ-કાન્હવા
  6. પ્રવિણભાઈ રાવજીભાઈ જાદવ, ઉં. વ.26, ગામ-ઉંડેલ
    ત્રણ મૃતકોની ઓળખ બાકી

ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલની યાદી

  1. સોનલબેન રમેશભાઈ પઢિયાર, ઉં. વ. ૪૫, ગામ-દરિયાપુરા
  2. નરેન્દ્રસિંહ રતનસિંહ પરમાર, ઉં. વ. ૪૫, ગામ-દહેવાણ
  3. ગણપતસિંહ ખાનસિંહ રાજુલા, ઉં. વ. ૪૦, ગામ-રાજસ્થાન
  4. દિલીપભાઈ રામસિંહ પઢિયાર, ઉં. વ. ૩૫, ગામ-નાની શેરડી
  5. રાજુભાઈ ડુડાભાઇ, ઉં. વ. ૩૦, ગામ-દ્વારકા
    06.રાજેશભાઈ ઈશ્વરભાઈ ચાવડા, ઉં. વ. ૪૫, ગામ-દેવાપુરા

આપણ વાંચો:  કંડલા બંદરથી દ્વારકાના વાડીનાર પોર્ટ સુધી વિશિષ્ટ ખારાઈ પ્રજાતિના ઊંટોએ ખેડી રોમાંચક દરિયાઈ સફર

ગંભીરા બ્રિજ પર હવે અવર-જવર માટે સંપૂર્ણ પ્રતિબંધ

વડોદરા જિલ્લામાં મહિસાગર નદી પર બનેલો પુલ તૂટી પડ્યો હતો, જેના કારણે 9 લોકોના મોત થયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. પુલ તૂટી પડવાને કારણે 5 વાહનો પણ નીચે પડી ગયા હતા. એક ટ્રક પુલ પર માંડ ફસાયેલી જોવા મળી હતી. આ દુર્ધટનાના કારણે મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી ઉપરનો ગંભીરા પુલ આજ રોજ વહેલી સવારે તુટી ગયેલ હોય જેના પરિણામે આ રસ્તા ઉપર વાહનની અવર-જવર માટે વાહન વ્યવહાર બંધ કરવા કરવામાં આવ્યો છે. પ્રતિબંધ ફરમાવાતું જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ઋતુરાજ દેસાઇ દ્વારા જાહેર કરવામાં આવ્યુ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button